બિટકોઈન પ્રથમ વખત 1 લાખ ડોલરને પાર, ટ્રમ્પની જીત બાદ 50 ટકા ઉછળ્યો

  • December 05, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિટકોઈનની કિંમત પહેલીવાર 1 લાખ ડોલરને વટાવી ગઈ છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સની ગાદી સંભાળે તે પહેલાં બિટકોઇન તેજીમાં છે. ક્રિપ્ટો ટ્રેડર્સને આશા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ક્રિપ્ટોકરન્સી ફ્રેન્ડલી પોલિસી લાવી શકે છે, જેના કારણે બિટકોઈનમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સીની તરફેણમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદનને કારણે બિટકોઈનની કિંમતમાં વધારો થયો છે. તેણે મોસ્કોમાં ઈકોનોમિક ફોરમમાં કહ્યું કે, હવે કોઈ બિટકોઈન અને વર્ચ્યુઅલ એસેટ પર પ્રતિબંધ લગાવી શકશે નહીં.


બિટકોઈન પ્રથમ વખત 1 લાખ ડોલરને પાર કરે છે
બિટકોઈન 102,727 પર ટ્રેડ થઈ રહ્યું છે. 5 નવેમ્બર, 2024 ના રોજ યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી બિટકોઈન સતત વધી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે અમેરિકાને વિશ્વની બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સી કેપિટલ બનાવવાનું વચન આપ્યું હતું. પોલ એટકિન્સને SECના વડા બનાવવામાં આવે તેવી શક્યતાને કારણે બિટકોઈનને પણ વેગ મળ્યો છે. 2017 થી એટકિન્સે ડિજિટલ ચેમ્બર ઓફ કોમર્સની સહ-અધ્યક્ષતા કરી છે, જે ડિજિટલ સંપત્તિના ઉપયોગને પ્રોત્સાહન આપતી સંસ્થા છે. પોલ એટકિન્સ ગેરી ગેન્સલરનું સ્થાન લઈ શકે છે, જેને ક્રિપ્ટોકરન્સીના વિરોધી તરીકે જોવામાં આવે છે.


2024માં 134 ટકાનો ઉછાળો આવ્યો
વર્ષ 2024માં બિટકોઈનની કિંમતમાં 134 ટકાનો વધારો થયો છે. જ્યારે 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ બિટકોઈનમાં 50 ટકાનો વધારો થયો છે. બર્નસ્ટેઈનના નિષ્ણાતોએ આગાહી કરી છે કે, 2025માં બિટકોઈનની કિંમત 2 લાખ ડોલર થશે. મતલબ કે વર્તમાન સ્તરથી આ ક્રિપ્ટોકરન્સીમાં બેવડો વધારો થઈ શકે છે. ટ્રમ્પ અમેરિકામાં બિટકોઈન રિઝર્વ બનાવી શકે છે, આવી સ્થિતિમાં અત્યારે બિટકોઈનની જોરદાર ખરીદી થઈ રહી છે. તેના કારણે પણ ભાવમાં રેકોર્ડ વધારો થયો છે.


બિટકોઈનની શરૂઆત ક્યારે થઈ હતી?
બિટકોઈનની શરૂઆત આજથી 9 વર્ષ પહેલા 3 જાન્યુઆરી 2009માં સતોષી નાકામોકો નામના પ્રોગ્રામરે કરી હતી. પરંતુ સતોષી નાકામોકો કોણ છે. તે આજ સુધી કોઈ જાણી શક્યુ નથી. સતોષી નાકામોકોએ બિટકોઈનની શરૂઆત કરન્સી તરીકે નહોતી કરી, પરંતુ તેમનો ઈરાદો કોઈ ત્રીજી વ્યક્તિની મદદ આર્થિક લેવડ દેવડ કરી શકાય છે તે સાબિત કરવાનો હતો. 22 મે 2010ના રોજ પહેલી વાર એક પિઝાના બદલે 10 હજાર બિટકોઈન અપાયા હતા. ત્યારે એક બિટકોઈનની કિંતમ માત્ર 10 સેન્ટ હતી. પરંતુ આજે બિટકોઈનની કિંમત હજારો ગણી છે. આજે લાખો લોકો બિટકોઈન ખરીદવા ઈચ્છી રહ્યા છે. આજથી 5 વર્ષ પેહલા એક બિટકોઈન 6 રૂપિયાનો હતો, પરંતુ આ જે તેની કિંમત લાખોમાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application