બિપોરજોય બન્યુ અત્યાર સુધીનું સૌથી લાંબા સમય સુધી રહેનારુ વાવાઝોડુ

  • June 15, 2023 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તોફાની વાવાઝોડુ બિપરજોયના કારણે ગુજરાત સહિત અનેક દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. બિપરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. બિપરજોય અરબી સમુદ્રમાં સૌથી લાંબા સમય સુધી રહેનારુ વાવાઝોડુ બની જશે. તે 6 જૂને અરબી સમુદ્ર પર રચાયું હતું અને તે લગભગ આઠ દિવસથી બની રહ્યુ છે. બીજી તરફ લેન્ડફોલ કરતી વખતે પણ તે થોડા વધુ દિવસો સુધી અસરકારક રહેશે.



ભારતીય હવામાન વિભાગના ડેટા પ્રમાણે 'બિપરજોય' 1965 પછી જૂનમાં પશ્ચિમી રાજ્યમાં ત્રાટકેલું ત્રીજું વાવાઝોડુ છે. અગાઉ ગુજરાતમાંથી માત્ર બે જ તીવ્ર વાવાઝોડા પસાર થયા હતા. 1996માં પ્રથમ અને 1998માં બીજુ. જેમાં 1998નું વાવાઝોડુ 'અત્યંત ગંભીર' હતું અને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે પોરબંદરના દરિયા કિનારે  અથડાયું હતું. જેમાં 1,176 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.


બિપરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છને જ્યારે પાકિસ્તાનના કરાચીને 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પાર કરી શકે છે. 25 વર્ષ બાદ જૂનમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું આ પ્રથમ વાવઝોડુ છે. જો આપણે અરબી સમુદ્ર પર નજર કરીએ તો જૂનમાં 1965 થી 2023 વચ્ચે 'બિપરજોય' ઉપરાંત 13 વાવાઝોડા આવ્યા હતા. આમાંથી છ અરબી સમુદ્રમાં જ નબળા પડી ગયા હતા. જ્યારે બે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈને પસાર થયા હતા. જ્યારે એકનો મહારાષ્ટ્ર, પાકિસ્તાન, ઓમાન અને યમનમાં અંત આવ્યો હતો. તેમાંથી 2019નું 'ક્યાર' ખૂબ જ ખતરનાક હતું અને તે 9 દિવસ અને 15 કલાક સુધી રહ્યુ હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application