જામનગરમાં બાઇક ચોરી કરનાર પકડાયો

  • July 24, 2022 12:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે પોલીસે પકડીને જયુપીટર કબ્જે લીધું

જામનગર શહેરમાં થયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ સીટી-એ પોલીસે ઉકેલી એક આરોપીને ચોરાઉ જયુપીટર મોટરસાયકલ સાથે સુભાષ માર્કેટ રોડ પરથી પોલીસે પકડી લીધો હતો.
જામનગર જીલ્લામાં વાહનચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સુચના અને પીઆઇ એમ.જે. જલુના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન અંગત બાતમીદારોથી હકીકત મળેલ હોય કે સુભાષ શાકમાર્કેટથી દિપક ટોકીઝ સુધીના વિસ્તારમાં એક ઇસમ ચોરીમાં ગયેલ એક બ્લુ કલરનું જયુપીટર મોટરસાયકલ લઇને ફરે છે તે બાબતે વોચમા હતા દરમ્યાન આરોપી અસગરઅલી મહમદ જખરા-વાઘેર (ઉ.વ.૩૨) રે. જુનો વાઘેરવાડો બાલમંદિર પાસે, નામના શખ્સને જયુપીટર મોટરસાયકલ નં. જીજે૧૦ડીકે-૯૬૩૬ સાથે મળી આવતા મોટરસાયકલની કિ. ૫૦ હજાર ગણી  સીટી-એ ડીવીમાં કલમ ૩૭૯ના કામે કબ્જે કરી ચોરીનો વણ સોશધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને અટક કરવામાં આવેલ છે.
આ કામગીરી સીટી-એ પીઆઇ એમ.જે. જલુ, પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફના યુવરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, દેવાયતભાઇ કાંબરીયા, જીતેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ,  શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, પ્રવિણભાઇ પરમાર, રવિરાજસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application