રાજકોટ સંસદીય મત વિસ્તારમાં 59.60 ટકા મતદાન, પુરુષોનું 64.42 ટકા, મહિલાઓનું 54.43 ટકા જ્યારે અન્ય મતદારોનું 19 ટકા મતદાન

  • May 08, 2024 12:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૭મી મેના રોજ સાંજે મતદાન પૂર્ણ થવાના સમય સુધીમાં ૫૯.૬૦ ટકા મતદાન થયું છે. જેમાં નોંધાયેલા પુરુષ મતદારો ૧૦,૯૩,૬૨૬માંથી ૭,૦૪,૫૦૪ મતદારોએ (૬૪.૪૨ ટકા) મતદાન કર્યું છે. તો નોંધાયેલા મહિલા મતદારો ૧૦,૧૮,૬૧૧માંથી ૫,૫૪,૩૯૪ (૫૪.૪૩ ટકા) મહિલાઓએ મતદાન કર્યું છે. જ્યારે નોંધાયેલા અન્ય ૩૬ મતદારોમાંથી સાત મતદારો (૧૯ ટકા)એ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 


અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મુછારની યાદીમાં જણાવ્યા પ્રમાણે, ૬૬-ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં ૧૨૯૯૮૫ પુરુષ મતદારો, ૧૨૨૩૭૦ મહિલા મતદારો તેમજ ૦ અન્ય મતદારો મળીને કુલ ૨૫૨૩૫૫ નોંધાયેલા છે. જેમાંથી ૯૧૮૮૨ પુરુષ મતદારો, ૭૪૩૫૮ મહિલા મતદારો મળીને કુલ ૧૬૬૨૪૦ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૭૬.૬૯ ટકા, સ્ત્રીઓનું ૬૦.૭૬ ટકા મળીને કુલ ૬૫.૮૮ ટકા મતદાન થયું છે.  


૬૭-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં ૧૪૮૪૨૧ પુરુષ મતદારો, ૧૩૯૧૩૬ મહિલા મતદારો તેમજ ૨ અન્ય મતદારો મળીને કુલ ૨૮૭૫૫૯ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૦૨૬૪૦ પુરુષ મતદારો, ૮૩૩૩૪ મહિલા મતદારો તેમજ અન્ય બે મતદાર મળીને કુલ ૧૮૫૯૭૬ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૯.૧૫ ટકા, સ્ત્રીઓનું ૫૯.૮૯ ટકા, અન્યનું ૧૦૦ ટકા મળીને કુલ ૬૪.૬૭ ટકા મતદાન થયું છે.
  

૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧૫૯૫૭૫ પુરુષ મતદારો, ૧૪૪૩૧૩ મહિલા મતદારો તેમજ ૯ અન્ય મતદારો મળીને કુલ  ૩૦૩૮૯૭ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૯૯૮૫૧ પુરુષ મતદારો, ૭૬૦૫૫ મહિલા મતદારો અને અન્ય બે મળીને કુલ ૧૭૫૯૦૮ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૨.૫૭ ટકા, સ્ત્રીઓનું ૫૨.૭૦ ટકા, તથા અન્યના ૨૨ ટકા મળીને કુલ ૫૭.૮૮ ટકા મતદાન થયું છે.  


૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ૧૮૩૧૮૩ પુરુષ મતદારો, ૧૭૮૧૦૨ મહિલા મતદારો તેમજ ૦૪ અન્ય મતદારો મળીને કુલ ૩૬૧૨૮૯ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૧૩૧૨૦ પુરુષ મતદારો, ૯૫૮૪૯ મહિલા મતદારો તથા અન્ય એક મળીને કુલ ૨૦૮૯૭૦ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૧.૭૫ ટકા, સ્ત્રીઓનું ૫૩.૮૨ ટકા તથા અન્યના ૨૫ ટકા મળીને કુલ ૫૭.૮૪ ટકા મતદાન થયું છે.  


૭૦- રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૩૦૦૫ પુરુષ મતદારો, ૧૨૫૬૩૯ મહિલા મતદારો તેમજ ૧૩ અન્ય મતદારો મળીને કુલ ૨૫૮૬૫૭ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૮૪૧૬૫ પુરુષ મતદારો, ૬૫૩૪૬ મહિલા મતદારો તથા અન્ય બે મળીને કુલ ૧૪૯૫૧૩ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૩.૨૮ ટકા, સ્ત્રીઓનું ૫.૦૧ ટકા તથા અન્યના ૧૫ ટકા મળીને કુલ .૫૭.૮૦ ટકા મતદાન થયું છે.  


૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ૨૦૨૬૪૯ પુરુષ મતદારો, ૧૮૩૦૨૪ મહિલા મતદારો તેમજ ૦૮ અન્ય મતદારો મળીને કુલ ૩૮૫૬૮૧ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૧૨૯૮૬૪ પુરુષ મતદારો, ૯૬૦૬૮ મહિલા મતદારો મળીને કુલ ૨૨૫૯૩૨ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૪.૦૮ ટકા, સ્ત્રીઓનું  ૫૨.૪૯ ટકા મળીને કુલ ૫૮.૫૮ ટકા મતદાન થયું છે.  



૭૨-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૬૮૦૮ પુરુષ મતદારો, ૧૨૬૦૨૭ મહિલા મતદારો તેમજ ૦ અન્ય મતદારો મળીને કુલ ૨૬૨૮૩૫ મતદારો નોંધાયેલા છે. જેમાંથી ૮૨૯૮૨ પુરુષ મતદારો, ૬૩૩૮૨ મહિલા મતદારો મળીને કુલ ૧૪૬૩૬૬ મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું ૬૦.૬૬ ટકા, સ્ત્રીઓનું ૫૦.૨૯ ટકા મળીને કુલ ૫૫.૬૯ ટકા મતદાન થયું છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application