આશીર્વાદદીપ સોસાયટી પાસે બાઇકની ટકકરમાં એક ચાલક ઘવાયો
લાલપુરના પીપળી ચારણનેશ જતા રસ્તાની ગોળાઇમાં અશોક લેલન ફોરવ્હીલ ગાડીના ચાલકે બેદરકારીથી ચલાવીને બાઇકને ઠોકર મારતા બે વ્યકિતને ઇજા થઇ હતી, જયારે આશીર્વાદદીપ સોસાયટી પાસે બાઇકની ટકકરમાં એકને ઇજા થઇ હતી, બંને અકસ્માતમાં ચાલકો સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગર નજીક સિકકા ગામના ભટ્ટીવાસમાં રહેતા ઉમર ફારુકભાઇ મજીદભાઇ કકકલ (ઉ.વ.૩૩) તથા આદીલ આમીનભાઇ કુંગડા બંને ફરીયાદીના સાળા તોહીદ હુશેન અબ્દુલ ચાવડાનું મોટરસાયકલ નં. જીજે૧૦ઇએ-૧૫૪૩ લઇને ગત તા. ૨૮ના સિકકા ગામથી એલસી-૮ કોલોનીમાં મજુરી કામ માટે જતા હતા.
દરમ્યાન પીપળી ચારણનેશ જતા રસ્તે મંદિર પાસેની ગોળાઇ નજીક પહોચતા સામેથી અશોક લેલન ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦ટીએકસ-૩૨૦૧ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટર સાયકલને હડફેટે લીધુ હતું, આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા આદીલભાઇને સાથળના ભાગે ફ્રેકચર, ગોઠણમાં છોલછાલ તથા ફરીયાદીને છોલછાલ જેવી ઇજા પહોચી હતી આ અંગે ઉમર ફારુકભાઇ દ્વારા ગઇકાલે લાલપુર પોલીસમાં અશોક લેલન ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.
અન્ય એક ફરીયાદમાં જામનગર નજીક આશીર્વાદદીપ સોસાયટી પાસે તા. ૬ના સાંજના સુમારે મોટરસાયકલ નં. જીજે૧૦બીએમ-૮૭૩૬ના ચાલકે પોતાનું બાઇક પુરઝડપે બેફીકરાઇથી પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીની ગાડી નં. જીજે૧૬બીબી-૯૧૧૪માં સામેથી ભટકાડી ગાડીમાં નુકશાન કર્યુ હતું તથા પોતાને માથા અને શરીના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી આ અંગે લાલપુરના મોટા પાંચસરામાં રહેતા હસમુખ લવજીભાઇ કોડીનારીયાએ મોટરસાયકલ ચાલક સામે પંચ-બીમાં ફરીયાદ કરી હતી.
***
દ્વારકા નજીક પીકઅપ વાનની અડફેટે બાઇક સવાર દંપતી ઇજાગ્રસ્ત
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અજયસિંહ મહેન્દ્રસિંહ રાણા તથા તેમના પત્ની પુનમબા તેમના જીજે ૩૭ એન ૬૨૧૧ નંબરના મોટરસાયકલ પર બેસીને નાગેશ્વર તરફ ગયા હતા. ત્યારે ત્યાંથી પરત ફરતી વખતે હાઈવે રોડ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. ૦૮ ઝેડ ૧૫૪૫ નંબરના છોટાહાથી વાહનના ચાલકે મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક સવાર પૂનમબા તથા અજયસિંહને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પૂનમબા અજયસિંહ રાણા (ઉ.વ. ૩૦) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે છોટા હાથી વાહન ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech