બિગ બોસ વિજેતા રેપર એનસી સ્ટેન કરોડોમાં આળોટે છે

  • February 15, 2023 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગળામાં 1.50 કરોડની ચેઇન અને પગમાં 80 હજારના શૂઝ પૂણેની વસાહતમાંથી રેપર પ્રેમી ફેન્સના દિલોમાં બનાવી જગ્યા સલમાન ખાનનો સૌથી વિવાદિત રિયાલિટી શો બિગ બોસ સીઝન 16 પૂરો થઈ ગયો છે. આ શોની તગડી ફેન ફોલોવિંગ છે. આ શોમાં વિચિત્ર દેખાતા કન્ટેસ્ટન્ટએમસી સ્ટેને બિગ બોસ 16ની ટ્રોફી જીતી પણ લીધી છે. ઘણાને નવાઇ લાગી પરંતુ સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઇંગ છે અને કરોડો રૂપિયામાં તે આળોટે છે. તેણે પહેરી ચેઇન જ 1.50 કરોડ રૂપિયાની છે. એમસી સ્ટેને બિગ બોસ 16ની સૌથી મજબૂત સ્પર્ધક પ્રિયંકા ચૌધરી અને શિવ ઠાકરેને હરાવીને ટ્રોફી જીતી છે. જો કે શરૂઆતથી જ એમસી સ્ટેનને આ શોની ટ્રોફીમાં ખાસ રસ નહોતો. પરંતુ ધીમે ધીમે શો આગળ વધ્યો અને એમસીએ આ શોનો મતલબ સમજવાનું શરૂ કર્યું હતું. બિગ બોસના ઘરમાં પણ એમસી સ્ટેનની જર્ની જોવા જેવી રહી હતી. તે લડ્યો અને રડ્યો પણ હતો. જોકે મિત્રોની મદદથી તેણે પોતાની જાતને સંભાળીને શોમાં જગ્યા જાળવી રાખી હતી અને હવે તે વિજેતા પણ બની ગયો છે. વિજેતા તરીકે એમસી 31.80 લાખ રૂપિયા અને એક કાર મળી હતી. આ સાથે જ તેને બિગ બોસની જીતની નિશાની એવી ટ્રોફી પણ મળી છે. એમ.સી. સ્ટેન પુણેનો છે. તે ત્યાંની વસાહતમાં રહેતો હતો. એમસીનું જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. તેના ગીતોને લઈને ઘણો હંગામો થયો છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેની ચેઇન અને ડ્રેસિંગ સેન્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બિગ બોસના ઘરની અંદર એમસી સ્ટેનના 80 હજારના શૂઝ અને દોઢ કરોડની ચેઇનને લઇને ઘણી ચર્ચાઓ થઇ હતી. સલમાન ખાને ઘણી વખત પોતાના જૂતા અને ચેઇનનો ઉલ્લેખ પણ કર્યો હતો. એમસી સ્ટેનના લક્ઝરી આઉટફિટ્સ પર પણ સૌની નજર હતી. મળતી માહિતી પ્રમાણે, એમસી સ્ટેનની કુલ સંપત્તિ 16 કરોડ રૂપિયાની આસપાસ છે. આ રેપર કોન્સર્ટ દ્વારા ઘણા પૈસા કમાય છે. આ ઉપરાંત એમસી સમયાંતરે તેના નવા ગીતો રજૂ કરતો રહે છે. રેપર એમસીના ગીતો તેના ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે. બિગ બોસના ઘરમાં તેના માટે કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમસી સ્ટેનની ફેન ફોલોઇંગથી બિગ બોસની ટીઆરપીને પણ ઘણો ફાયદો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application