ભોજપુરી એક્ટ્રેસ સંઘર્ષશીલ યુવતીઓને વૈશ્યાવૃત્તિમાં ધકેલતી

  • April 29, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મુંબઇ પોલીસે નકલી ગ્રાહક મોકલી એક્ટ્રેસ સુમન યાદવની કરી ધરપકડ
  • સુમન પોતે પણ લોહીના વેપારમાં સામેલ હતી, પછી દલાલ બની ગઇ


મુંબઈ પોલીસે તાજેતરમાં જ એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સાથે એક ભોજપુરી અભિનેત્રીની પણ રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. સુમન યાદવ હવે પોલીસ કસ્ટડીમાં છે. ગયા અઠવાડિયે જ પોલીસે તેની ધરપકડ કરી હતી. અગાઉ અભિનેત્રી ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને લોકોનું ધ્યાન ખેંચતી હતી.


સુમનના ગંદા કૃત્યોની સત્યતા જાણવા માટે પોલીસે પણ દિમાગનો ઉપયોગ કર્યો હતો અને એક તરકીબ શોધી કાઢી હતી. તેમણે એક નકલી ગ્રાહકને ગોરેગાંવની રોયલ હોટલમાં મોકલ્યો હતો. ત્યારબાદ અભિનેત્રીની રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી.


સુમન યાદવને ભલે લોકો તેના અભિનયથી ખાસ ઓળખતા નથી, પરંતુ  તેના નામ પર બદનામીના દાગ લાગી જતા તે ખૂબ જ જાણીતી થઈ ગઈ છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર 21 એપ્રિલે એક લક્ઝરી હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો જેમાં સુમન યાદવની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આ ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ એન્ફોર્સમેન્ટ સેલની ટીમે સાંજે હોટલના રૂમમાં દરોડા પાડયા હતા અને ઘટનાસ્થળે જ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર, સુમન પોતે પણ ઘણા લાંબા સમયથી વેશ્યાવૃત્તિના ધંધામાં સામેલ હતી અને તે એવી છોકરીઓને વૈશ્યાવૃત્તિમાં ધકેલવાનું કામ કરતી હતી જેઓ પોતાના સપના પૂરા કરવા મુંબઈ આવે છે.



સંઘર્ષ કરતી છોકરીઓ પૈસાના લોભને કારણે આ ગંદા ધંધાની શિકાર બની હતી, જ્યારે સુમન પોતે દલાલનું કામ કરતી હતી. પરંતુ હવે તેના ગંદા કારોબારનો પર્દાફાશ થયો છે. આ સાથે હજુ કેટલાક નામો પણ ખુલવાની પોલીસને આશા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application