સમગ્ર દેશમાં ૮૬ માંથી ૪૯ ડિવિઝનોમાં ગાડીઓના સમયપાલનની સ્થિતિ ૮૦ ટકાથી વધુની છે. જ્યારે ૧૨ ડિવિઝન એવા છેકે જેમાં ટ્રેનોના સમયપાલનની સ્થિતિ ૯૫ ટકાથી વધુની છે. જેમાં ગુજરાતના ત્રણ સ્ટેશનોનો સમાવેશ થાય છે. રેલમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન હોળી ૧,૧૦૭હોળી સ્પેશિયલ ગાડીઓ ચલાવી હતી. જે ગત વર્ષે ૬૦૪ ગાડીઓ ચલાવી હતી. ઉનાળામાં ૧૩,૦૦૦ જેટલી સ્પેશિયલ ગાડીઓ દોડાવાશે. મહાકુંભ વખતે ૧૭,૩૩૦ રેલગાડીઓ દોડાવાઈ હતી. અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનોનું રિડેવલોપમેન્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનનું કામ પણ પૂર્ણતાને આરે છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪,૦૦૦ કિ.મી. નવો ટ્રેક નાંખ્યો જે જર્મની દેશના આખા રેલવે નેટવર્ટ જેટલો છે. વર્ષ ૨૦૧૪ પછી સેફ્ટીને લઈને ૫૦,૦૦૦ કિ.મી. પાટાનું નવિનિકરણ કરાયું છે. ૧૨,૦૦૦થી વધુ ઓવર-અંડર બ્રિજ બનાવાયા છે. ૧૦ વર્ષમાં ૪૧,૦૦૦ એલચેબી ડબ્બા બનાવાયાછે. દર વર્ષે ૫૦૦૦-૫,૫૦૦ નવા એલએચબી ડબ્બા બની રહ્યા છે. ૧,૪૦૦થી વધુ લોકોમોટિવ બને છે. ચાલુ વર્ષે ૪,૧૬૦ સ્લીપર અને જનરલ ડબ્બા બનાવાઈ રહ્યા છે. ુકે,સાઉદી અરેબિયા, ફ્રાન્સ, મેક્સિકો, રોમાનીયા, સ્પેન, જર્મની અને ઈટાલીમાં રેલવેના ડબ્બા અને સ્પેરપોર્ટ મોકલાઈ રહ્યા છે. રેલ અકસ્માતની સંખ્યા ૯૦ ટકા સુધી ઘટી ગઈ છે. હાલ રેલ અકસ્માત ઘટીને ૩૦ થયા છે. ડિરેલની સંખ્યા ૪૩ થઇ છે. તેમ તેમણે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમીનમાં ભાગ માંગી મોટાભાઈએ ધારિયાથી નાનાભાઈનું ઢીમ ઢાળી દીધું
March 29, 2025 04:20 PMશનિ અમાસ નિમિત્તે મંદિરોમાં ભાવિકોની ભીડ
March 29, 2025 04:12 PMસિહોર ન.પા.ની સભામાં પાણી મામલે મહિલાઓએ ઘુસી જઈ કર્યો હલ્લાબોલ
March 29, 2025 04:11 PMહાદાનગરમાં તલવાર અને છરી સાથે બે શખ્સોએ મચાવ્યો આતંક
March 29, 2025 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech