વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર મંડળ પર ૨૬ મી નવેમ્બરને મંગળવારના રોજ ડિવિઝનલ ઓફિસમાં "બંધારણ દિવસ"ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓને બંધારણ દિવસ નિમિત્તે ભારતના બંધારણના આમુખનું પઠન કરાવ્યું હતું. અને બંધારણના પ્રત્યે પ્રતિબદ્ધ તથા સમર્પિત રહેવાના અને રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સદભાવના જાળવાય રહે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવા અને રાષ્ટ્રની સેવા કરવાની શપથ લેવડાવવામાં આવ્યા હતા. બંધારણ દિવસના સંદર્ભમાં, ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવા અને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચારણા, અભિવ્યક્તિ, આસ્થા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, દરજ્જાની સમાનતા અને તકો સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. બધા સાથે વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડતાને સુનિશ્ચિત કરતી ભાઈચારાની લાગણી વધારવા માટે પ્રતિબદ્ધ બનવાના શપથ લીધા હતા.
ભાવનગર મંડળના તમામ સ્ટેશનો, ડેપો, ઓફિસો અને વર્કશોપ પર તમામ અધિકારીઓ, સુપરવાઇઝર અને કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું પઠન કરીને "બંધારણ દિવસ" ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech