ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા શિવ શોભા યાત્રા નું ક્રરાયું ભવ્ય સ્વાગત

  • February 27, 2025 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મહાશિવરાત્રીના દિવસે અદભુત અને ભવ્ય શિવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે. નગરજનો આ ભવ્ય શોભા યાત્રા ને નિહાળવા તથા શિવજી ની પાલખી ને આવકારવા ઠેર ઠેર માર્ગ માં સ્વાગત અર્થે જોવા મળે છે. આ તબ્બકે બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શિવશોભા યાત્રા નું સ્વાગત કરવામાં આવેલ. 

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરેમન નિલેશ કગથરા , સાશકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરેમન પરષોત્તમ કકનાણી. સહિત શહેર સંગઠન ના હોદેદારો, કોર્પોરેટર શ્રીઓ, મોરચા ના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ કાર્યકર્તાઓ એ શિવરાત્રિ નિમિતે શુભેચ્છા પાઠવી, શિવ શોભાયાત્રા નું સ્વાગત કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application