BREAKING NEWS

ફાયરિંગ પ્રકરણ: રામદેવ ડાંગરને બંને હથિયાર ભરત કુંગશીયાએ આપ્યા હતાં

  • May 12, 2026 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં નાગેશ્વરમાં થયેલ ફાયરીંગ પ્રકરણમાં રામદેવ ડાંગર પાસે મળેલા હથિયાર તેને પોપટપરાના ભરત કુંગશીયાએ આપ્યા હોવાનું ખુલતા એસઓજીની ટીમે હવે ભરતની શોધખોળ શરૂ કરી છે.


નાગેશ્વર વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં ગઈ તા.૦૯ ના નાગેશ્વરમાં જવાના રસ્તે આવેલ જેમ્કો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન અંદર કમ્પાઉન્ડમાં ફાયરીંગનો બનાવ બનેલ હતો. જેમાં રામદેવ ડાંગરે તેની પાસે રહેલ હથિયાર લાલા નામના તેના મિત્રને આપ્યાની કબુલાત આપતા તુરંત જ એસઓજીની ટીમે અજયસિંહ વનરાજસિંહ ચુડાસમા (રહે. પરાસર પાર્ક, માધાપર) અને કુલદીપસિંહ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા (રહે. ઘંટેશ્વર પાર્કની બાજુમાં) ની ધરપકડ કરી વધું બે હથિયાર અને સાત જીવતા કાર્ટીસ કબ્જે કર્યા હતાં.


જે બાદ કુખ્યાત રામદેવ ડાંગરે કબુલાત આપી હતી કે, તે બંને હથિયાર અને જીવતા કાર્ટીસ તેને પોપટપરાના નામચીન ભરત કુગસિયાએ આપ્યા હતા. જે કબૂલાતના આધારે એસઓજીની ટીમે હવે ભરત કુંગશીયાની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application