આઇપીઓ માટે 17 વર્ષનો બેસ્ટ હાફ, 37 કંપનીઓએ એકઠા કર્યા 32 હજાર કરોડ

  • June 25, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ દિવસોમાં માત્ર શેરબજાર જ નવા રેકોર્ડ નથી બનાવી રહ્યું પરંતુ આઇપીઑ માર્કેટ પણ વિસ્તરી રહ્યું છે. આ અઠવાડિયે ત્રણ પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (આઇપીઑ) બંધ થવા સાથે, છેલ્લા 17 વર્ષમાં પ્રથમ હાફ માર્કેટ બેસ્ટ સાબિત થશે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, 37 કંપ્નીઓ પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન મૂડી બજારમાંથી રૂ. 32,000 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. આ કંપ્નીઓ કો-વર્કિંગ સ્પેસ, ફર્નિચર રિટેલિંગ અને ઓનલાઈન ટિકિટ બુકિંગ જેવા ક્ષેત્રોની છે.
2007માં શેરબજારમાં આવેલી તેજી દરમિયાન 54 કંપ્નીઓએ મૂડીબજારમાંથી રૂ. 20,833 કરોડ એકત્ર કયર્િ હતા. પરંતુ 2022માં આઇપીઑ માર્કેટ તેની સર્વોચ્ચ સપાટીએ હતું, જ્યારે 16 કંપ્નીઓએ ઇશ્યુ દ્વારા રૂ. 40,311 કરોડ એકત્ર કયર્િ હતા. તેમાં સરકારી વીમા કંપ્ની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઇસી)નો આઈપીઓ પણ સામેલ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે. આ વર્ષે 2022 પછીના બીજા બેસ્ટ પરિણામો મળ્યા છે.
જો આપણે 2022 ના આંકડાઓમાંથી એલઆઇસી આઈપીઓ માટે મળેલી રકમને કાઢી નાખીએ, તો 2024 એ આઈપીઓ માર્કેટ માટે ઇશ્યુની સંખ્યા અને એકત્ર કરાયેલી રકમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, ભારતીય અને વિદેશી રોકાણકારોએ પુષ્કળ રોકડ ઠાલવી છે, જેના કારણે ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં રોકાણમાં ચાર ગણો વધારો નોંધાયો હતો. આ સિવાય શેરબજારમાં હાઇ વેલ્યુએશન જોઈને ઘણી કંપ્નીઓ આઈપીઓ લઈને મૂડીબજારમાં પ્રવેશવા આવી હતી.

આ વર્ષે આઈપીઓ માર્કેટ ખૂબ જ ગરમ હતું, જ્યારે અગાઉના વર્ષોમાં જ્યારે ચૂંટણીઓ યોજાતી હતી ત્યારે આઈપીઓ માર્કેટ ધીમી રહેતી હતી. 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર 8 કંપનીઓએ રૂ. 5,509 કરોડ એકત્ર કર્યા હતા. 2014ના પ્રથમ છ મહિનામાં એક આઈપીઓ હતો અને 2009માં માત્ર બે ઈસ્યુ દ્વારા રૂ. 302 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.બેન્કર્સે જણાવ્યું હતું કે અગાઉના ચૂંટણી વર્ષોથી વિપરીત, આ વર્ષે ચૂંટણીના પરિણામો વિશે ઘણી ઓછી અનિશ્ચિતતા હતી. જેએમ

ફાઇનાન્શિયલના મેનેજિંગ ડિરેક્ટર ચિરાગ ગાંધીએ કહ્યું, ’સરકારના અસ્તિત્વ અંગે કોઈને શંકા નહોતી. બજારમાં થોડી અસ્થિરતા હતી પરંતુ કેન્દ્રમાં સ્થિરતા અને નીતિ સાતત્ય માટે કોઈ જોખમ નહોતું. આ કારણે, આઈપીઓ લાવનારી કંપ્નીઓએ ચૂંટણી પરિણામોની રાહ જોવી ન હતી કારણ કે તેમને પરિણામનો પહેલેથી જ ખ્યાલ હતો.
ચિરાગએ જણાવ્યું હતું કે સારા આઈપીઓમાં રોકાણ કરવા માટે સ્થાનિક સંસ્થાઓ, ફેમેલી ઓફિસ અને હાઇ નેટવર્થ પર્સન પાસે પૂરતી રોકડ ઉપલબ્ધ છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સએ સ્થાનિક શેરોમાં રૂ. 1.85 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ’કેટલાક સમય માટે વિદેશી રોકાણકારો પણ નેટ સેલર બની શકે છે, પરંતુ ભારતમાં તેમની સંખ્યા ઓછી નથી. જો તેઓ સારી કિંમત જુએ છે, તો તેઓ તેને ખરીદે છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સે રૂ. 3,000 કરોડ ઊભા કયર્િ છે. સૌથી નાનો આઈપીઓ વિભોર સ્ટીલ ક્યુબ્સનો હતો અને તેણે મૂડી બજારોમાંથી રૂ. 72 કરોડ એકત્ર કર્યા હતા.

2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સરેરાશ સોદાનું કદ રૂ. 896 કરોડ હતું, જે આ વર્ષે સહેજ ઘટીને રૂ. 859 કરોડ થયું છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 6.8 ટકા અને નિફ્ટીમાં 8.1 ટકાનો વધારો થયો છે. નિફ્ટી મિડકેપ 100 એ 20 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100 એ 20.5 ટકાનો વધારો નોંધાવ્યો છે. શેરબજારમાં પ્રવેશી રહેલી નવી કંપ્નીઓએ પણ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. નવી લિસ્ટેડ કંપ્નીઓને ટ્રેક કરતો બીએસઇ આઈપીઓ ઇન્ડેક્સ આ વર્ષે 21.8 ટકા વધ્યો છે.
કુલ રકમનો એક ક્વાર્ટર (રૂ. 7,879 કરોડ) માત્ર નાણાકીય કંપનીઓ દ્વારા જ એકત્ર કરવામાં આવ્યો હતો. બેન્કર્સે જણાવ્યું હતું કે સામાન્ય બજેટ પહેલા ગતિ ધીમી પડી શકે છે, પરંતુ બીજા અર્ધવાર્ષિક ગાળામાં સંભવિત આઈપીઓની સંખ્યા પણ ઘણી વધારે છે. આ સમય દરમિયાન સ્વીગી, હ્યુન્ડાઇ ઈન્ડિયા અને ઓલા જેવી ઘણી મોટી કંપ્નીઓ તેમના આઈપીઓ સાથે મૂડી બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application