બંગાળી કારીગર સોનુ લઇ પલાયન થઈ ગયાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે હવે બંગાળી કારીગરે ઘડામણ માટે આપેલા સોનામાંથી કટકે કટકે કરી લાખોનું સોનુ ચોરી કર્યા અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. યાજ્ઞિક રોડ પર શિવ પેલેસમાં રહેતા અને પ્રહલાદ રોડ પર ગરબી ચોક પાસે જી.કે.ડી વેલ્સ નામનું કારખાનું ધરાવનાર સોની વેપારીએ બંગાળી કારીગર પિયા ૧૭.૫૦ લાખનું સોનું ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.સોનામાં ઘટ આવતા સીસીટીવી ફટેજ ચકાસતા કારીગર કારીગરી કરતો નજરે પડયો હતો.બાદમાં તેને ઓફિસમાં બોલાવી પુછતા આ ગુનો કબુલ્યો હતો.
પ્રા વિગતો મુજબ યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિરની પાછળ શિવ પેલેસ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા નીરજભાઈ ગિરીશભાઈ ધાનક(ઉ.વ ૪૨) નામના સોની વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રામનાથપરા શેરી નંબર–૫ માં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વતની સાગોર હત્પસેન મિનરલ એસ.કે નું નામ આપ્યું છે. વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને પ્રહલાદ મેઇન
રોડ પર ગરબી ચોક પાસે ધાનક હાઉસ જી.કે.ડી વેલ્સ નામનું સોનાના દાગીના બનાવવાનું કારખાનું છે. અહીં ૪૦ જેટલા કારીગરો કામ કરે છે. કારખાનામાં દોઢ વર્ષથી પશ્ચિમ બંગાળનો સાગોર દાગીના પોલીસીંગનું કામકાજ કરતો હતો.
ગત તારીખ ૪-૧૦-૨૦૨૪ થી તારીખ ૨૧-૨૨-૦૨૪ સુધીમાં ફરિયાદીના કારખાનેથી નવ જેટલા બંગાળી કારીગરોને સોનાના દાગીના જુદા જુદા ઘાટ બનાવવા માટે સોનું આપ્યું હતું. દરમિયાન તારીખ ૧૧-૨-૨૦૨૪ ના સવારના ૧૧:૩૦ વાગ્યે ફરિયાદી ઘરે હતા ત્યારે તેને બંગાળી કારીગર દિપકનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમે તાત્કાલિક કારખાને આવો જેથી ફરિયાદી અહીં કારખાને જતા તેણે વાત કરી હતી કે યુસુફઅલીને આપણે કામ કરવા માટે જે સોનું આપ્યું હતું તેમાંથી એક નગં સોનાનું જે અઢી ગ્રામનો છે જેની કિંમત પિયા ૨૦,૦૦૦ થાય છે તે ઘટે છે અને તે કોઈ ચોરી કરી ગયું હોવાનું જણાઈ રહ્યું છે.
બાદમાં અહીંના સીસીટીવી ફટેજ જોતા અહીં કામ કરનાર કારીગર સાગોર હત્પસેન મિનરલ યુસુફ અલીના વાટકામાં રાખેલ સોનાની ચોરી કરતો નજરે પડો હતો. ત્યારબાદ આ બંગાળી કારીગરને અહીં ઓફિસમાં બોલાવી પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, છેલ્લા બે માસથી પોતાને આપેલા સોનામાંથી થોડું થોડું સોનુ તેના તથા અન્ય કારીગરોના સોનામાંથી ચોરી કરી છે જેથી આ બાબતે હિસાબ કરતા કુલ ૨૪૦ ગ્રામ સોનું કિં.. ૧૭.૫૦ લાખની ઘટ આવતી હોય જે સોનું સાગોરે ચોરી કર્યાની જાણ થઈ હતી. જેથી આ બાબતે વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બંગાળી કારીગર સામે ચોરી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેટલીક સમાચાર એજન્સીઓને ટ્રમ્પ કેબિનેટ બેઠકમાં હાજરી આપવા પર પ્રતિબંધ
February 27, 2025 03:29 PMમહાકુંભને કારણે પોસ્ટઓફિસમાં ફસાયા 30,000 પાર્સલ
February 27, 2025 03:22 PMદસ્તુર માર્ગ અન્ડરપાસ ચોમાસા પહેલા ખુલો મુકાશે
February 27, 2025 03:11 PMઅબજોપતિઓની નવી કેટેગરી સુપરબિલિયોનેરમાં અદાણી,અંબાણી સહિત 24 અમીરોનો સમાવેશ
February 27, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech