રાજકોટમાં સોની બજારમાંથી બંગાળી કારીગરો ફરાર થઇ જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વધુ એક સોની વેપારીનું .૩૬.૪૦ લાખનું સોનું લઇ બંગાળી કારીગર પલાયન થઇ ગયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સોનું લઇ નાસી ગયેલા બંગાળી કારીગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મૂળ પશ્ચિમ બંગાળના હત્પગલી જિલ્લાના વતની અને હાલ રાજકોટના પેલેસ રોડ પર શિવા મહારાજ શેરીમાં રહેતા ૫૦ વર્ષીય આધેડ વેપારી સીમેન રામચદ્રં સામંતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બંગાળી કારીગર અજય બબલુ મલિકનુ નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટની સોનીબજાર, બોઘાણી શેરી, જુમ્મા મસ્જીદ ચોક પાસે આવેલ ગીરીરાજ કુંજ નામના મકાનમા શિવ દુર્ગા જવેલર્સ નામની ત્રણ માળની દુકાને સોનાના ઘરેણા કારીગરો દ્રારા બનાવવાનુ કામ કરે છે અહીં પંદર કર્મચારીઓ કામ કરે છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારે ત્યાં અજય બબલુ મલીક (રહે. રાધાવલ્લભપુર પાતુલ, હત્પગલી પશ્ચિમ બંગાળ) છેલ્લા પાંચેક મહીના પહેલા કામે આવેલ હતો. બે મહીના કામ કર્યા બાદ તેમના પિતાની તબીયત ખરાબ થઇ જતા તે પોતાના ગામ જતો રહેલ હતો. બાદ દોઢેક મહીના પહેલા અજય મલીક પરત કામે આવ્યો હતો. તે દુકાને રહી સોનાના દાગીના બનાવવાનુ કામ કરતો હતો. ગઇ તા–૧૦૧૨૨૦૨૫ ના રોજ સોનીબજાર, જુની ગધીવાડ, મુરલીધર કોમ્પલેક્ષ, દુકાન નં.૯ શિવ દુર્ગા જવેલર્સમાંથી સોનાના દાગીના ઉપર નકશી કામ કરવા આવ્યું હતુ. જે ફરિયાદીએ અજય મલીકને ૨૨ કેરેટ સોનાના દાગીના ૩૨૦ ગ્રામ નકશીકામ માટે આપ્યું હતું.
ગઇ તા–૧૨૧૨૨૦૨૫ના રોજ સવારના રાબેતા મુજબ ફરિયાદી કામે આવતા અજય મલીક જોવા નહીં મળતા તેના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા ફોન બધં આવતો હતો. બાદ ફરિયાદીએ દુકાનમાં લગાવેલ કેમેરા જોતા અજય મલીક તા–૧૨૧૨૨૦૨૫ના રોજ વહેલી સવારના સાડા છ વાગ્યે તેને નકશીકામ કરવા આપેલ ૨૨ કેરેટ સોનાના દાગીના આશરે ૩૨૦ ગ્રામના તેણે ટેબલના ખાનામાં રાખેલ તે કાઢી લઇ જતો જોવામા આવેલ હતો. જેથી વહેલી સવારે . ૩૬,૪૦,૯૧૦ ની કિંમતનુ ૩૨૦ ગ્રામ સોનું લઇ બંગાળી કારીગર ફરાર થઇ જતા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application