રાજકોટમાં સોની વેપારીઓ અવારનવાર બંગાળી કે પરપ્રાંતિય કારીગરો પર વિશ્ર્વાસ રાખીને લાખો, કરોડોમાં છેતરાતા રહે છે છતાં આ સિલસિલો અટકતો નથી. વધુ એક આવા બનાવમાં સોની બજારમાં બંસીધર સેલ્સ નામે સોની કામની દૂકાન ધરાવતા સોની વેપારીને ત્યાં કામ કરતો બંગાલી કારીગર સાગરીત સાથે મળી ૨,૫૬,૧૨,૯૩૨ની કિંમતનું સોનુ લઈને ફરાર થઈ ગયાનો બનાવ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે.
ફરિયાદની વિગતો મુજબ ફરિયાદી આશિષભાઈ જાદવભાઈ નાંઢા રહે.નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૧ લમીવાડી મેઈન રોડ) ૨૫ વર્ષથી સોની કામ કરે છે. સોની બજાર ગધીવાડ સોના ચેમ્બર બાજુમાં શ્રધ્ધા કોમ્પ્લેકસમાં શ્રી બંસીધર જવેલર્સ તથા કોઠારિયા નાકા પાસે એવન કોમ્પ્લેકસમાં બંસીધર સેલ્સ નામે સોનાના ઘરેણા બનાવવા વેચાણની દુકાન ધરાવે છે.
જવેલર્સ, વેપારીઓના ઓર્ડર મુજબ ઘરેણા બનાવી સપ્લાય કરે છે. ઘરેણા બનાવવા માટે તે લેબર વર્ક આપે છે અને કારીગરો રાખીને શોપ પર કામ કરાવે છે. છેલ્લ ા બાર વર્ષથી દુકાન પર બંગાળના વતની ગૌરાંગો તરૂણદાસ તથા તેનો ભાઈ સૌરભ તરૂણદાસ સોની કામ કરે છે. બન્ને રાજકોટમાં ભગવતીપરામાં અમૃત વિલા એપાર્ટમેન્ટમાં રહેતા હતા.
બન્ને બંગાળી ભાઈઓ પૈકી ગૌરાંગોદાસ દુકાને આવતો જતો અને પરિચય થતાં ૧૫ વર્ષથી સોની વેપારી આશિષભાઈ ઓળખતા હતા. બન્નેભાઈને આશીષભાઈ સોની કામ આપતા હતા. ગૌરાંગોદાસ કયારેક આશીષભાઈ પાસેથી શરૂઆતમાં સોનુ પણ ખરીદતો હતો. વિશ્ર્વાસ કેળવાતા બંગાળી કારીગરે સોની વેપારીને કહ્યું કે મારી પાસે ગુજરાત અને ગુજરાત બહાર સારા વેપારીઓ છે તમે મેટલ રોકો તો આપડે વેપારીઓ સાથે મોટાપાયે કામ રીએ.
થોડા વખત બાદ ગધીવાડમાં હરદાસભાઈએ આશીષભાઈના કહેવાથી મિલકત ખરીદ કરી હતી અને તે મિલકતમાં હેલમાર્ક સેન્ટર ચાલુ કરવા પ્રયત્ન કરતા હતા. એ મિલકતમાં ઉપર બે માળ ઉપરાંતની જગ્યા ખાલી હતી. જેથી ગૌરાંગોએ ત્યાં સોની કામનું કારખાનું કરવા વાત કરી હતી. અને અન્ય વેપારી સાથે મુંબઈમાં પણ ટેલિફોનિક વાત કરાવી હતી. ત્યારબાદ ખાલી જગ્યામાં કારીગરો સાથે ગૌરાંગોએ ઘરેણા બનાવવાનું ગત વર્ષે ૨૦૨૩માં કામ ચાલુ કયુ હતું.
વિશ્ર્વાસે ઘરેણા માટે સોનું આપલે થતુ હતું. દરમિયાનમાં ગત જાન્યુઆરી માસ દરમિયાન કટકે કટકે અઢી તોલો સોનું ગૌરાંગો અનેતેના ભાઈ સૌરભને આપ્યું હતું. સોનાના દાગીનાનું ઘડાઈ કામ કરતા અને ગૌરાંગોએ ઈન્દોર, મુંબઈ સહિતના વેપારીઓ દિલીપભાઈ, અનિલભાઈ અલંકાર જવેલર્સ, અનુપમ ઈન્દોર સહિતના પાસે લઈ ગયો હતો.
વેપારીઓે પુરૂ કામ આપશે તેવી વાત કરી હતી. વર્કશોપ પર ઘરેણા બનાવવાનું કામ નિયમિત ચાલવા લાગ્યું હતું. ફરિયાદી આશીષભાઈએ હોલમાર્કનું સરકારી કામ રાખેલું હતું. જે કામ અને ઓડિટ માટે દોડાદોડી રહેતી હોવાનું કારખાનું ગૌરાંગો તેનો ભાઈ અને સાળો સંભાળતા હતા. હિસાબ આપતા હતા. ગૌરાંગોએ થોડા સમય પછી કહ્યું કે હવે કાસ્ટિંગ મશીન લેવું પડશે કહેતા તેગોઠવણ કરી હતી.
સૌરભોએ બહારના વેપારીઓને આપેલા સોનાના ઘરેણા માલની ઉઘરાણી આશિષભાઈએ કરતા બધા ઓકે છે એકે બેના નંબર લાગતા નથી તેવુ ગૌરાંગોએ બહાનું આપ્યું. છેલ્લ ા બારેક વર્ષથી ટચમાં હોય વિશ્ર્વાસ કેળવીને અંતે ગૌરાંગો તેની પત્ની ભાઈ સાથે ગત તા.૪ના રોજ પોબારા ભણી ગયો હતો. ભાળ ન મળતા વેપારીએ એ–ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
પત્ની બીમાર છે, નાનું બાળક એકલું છે કહીને ગયો તે ગયો પાછો જ ન આવ્યો
બંગાળી ગૌરાંગો તા.૪ના રોજ સાંજે સાતક વાગ્યે સૌરભ તથા તેના કારીગરો મકાન બદલાવું છે કહીં વ્હેલા નીકળી ગયા હતા. આશિષભાઈ થોડી જ વારમાં વર્કશોપે આવ્યા હતા અને બંગાળી બંધુ ગૌરાંગો અને સૌરભને ફોન કરતા ગૌરાંગે કહ્યું કે પત્ની બીમાર છે અને ઘરે છું અને સૌરભ કારીગરો સાથે મળી સામાન બદલાવે છે. દુકાને જવાની ગૌરાંગોએ ના પાડતા આશિષ ઘરે પહોંચ્યો તો ઘરે તાળા હતા. બન્ને બંગાળી ભાઈઓ, પત્ની બાળક અને અન્ય કારીગર સાથે ફરાર થઈ ગયા હતા. આમ ૩૮૧૬.૮૪૦ ગ્રામ ફાઈન સોનું જેની કિંમત ૨.૫૬ કરોડ થાય છે તે લઈ ફરાર થઈ જતાં ગુનો નોંધાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech