સગીરા પર દુષ્કર્મ અને પોકસો કેસમાં આરોપીને શંકાનો લાભ

  • March 28, 2025 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની સેશન્સ કોર્ટનો ચુકાદો


દ્વારકા તાલુકાના મેવાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા સીદીયાભા રાણાભા સુમણીયાએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે આશરે સાડા 15 વર્ષની એક સગીરા વાડીએ એકલી હતી ત્યારે તેણીની એકલતાનો લાભ લઈ અને તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્ય હતું. આ પછી પણ અવારનવાર તેના દ્વારા દુષ્કર્મ ગુજારી અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ કૃત્યથી સગીરાને સાત માસનો ગર્ભ રહી જતા આ પ્રકરણમાં ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદ પરથી સ્થાનિક પોલીસ મથકમાં આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસના અંતે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરવામાં આવતા આ પ્રકરણમાં આરોપી તરફે ખંભાળિયાના વિદ્વાન વકીલ જીતેન્દ્રભાઈ હિંડોચા વિગેરે દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ, દ્વારકાની એડિશનલ સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ ચાર્જ શ્રી કે.જે. મોદી દ્વારા આરોપી સીદીયાભાને શંકાનો લાભ આપી, છોડી મુકવા માટે હુકમ કરાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application