આસ્થામાં અદ્દભૂત સર્જનાત્મકતા, વંદે ભારત થીમના પંડાલમાં બાપ્પા બિરાજમાન, ભારતની પ્રગતિ દર્શાવવા માટેનું આ અનોખું પગલું, જૂઓ વીડિયો

  • September 24, 2023 06:12 PM 

આખો દેશ ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે, આવી સ્થિતિમાં ભગવાન ગણેશ માટે અનેક પ્રકારના પંડાલો શણગારવામાં આવે છે. ત્યારે મુંબઈમાં વંદે ભારત થીમ પર ગણપતિ બાપ્પા માટે પંડાલ સજાવવામાં આવ્યો છે, જેમાં ટ્રેનની અંદર બાપ્પાને સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પંડાલ મેક ઈન ઈન્ડિયાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા ભારતની પ્રગતિ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પંડાલની ખાસ વાત એ છે કે જ્યારે તમે અહીં આવો છો ત્યારે એવું લાગશે કે તમે પ્લેટફોર્મ પર ઉભા છો.


મેક ઇન ઇન્ડિયા થીમ પર બનાવેલ પંડાલ
પંડાલ બનાવનાર કારીગર કહે છે કે તેઓ દર વર્ષે થીમ આધારિત પંડાલ બનાવે છે અને આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર તેમણે વંદે ભારત એક્સપ્રેસને ધ્યાનમાં રાખીને પંડાલને બનાવ્યો છે. પંડાલમાં ભગવાન ગણેશને ટ્રેનની અંદર સ્થાપિત કરવામાં આવ્યા છે અને પંડાલમાં દર્શન સમયે જતા સમયે તમને સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા હોય તેવો અનુભવ થશે.


પંડાલ બનાવવામાં લાગ્યો આટલો સમય
પંડાલ ડિઝાઇન કરનાર દીપકે મીડિયાને જણાવ્યું હતુ કે આ પંડાલને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં તેને બે મહિનાનો સમય લાગ્યો હતો. તેણે કહ્યું કે તે દર વર્ષે આવા થીમ આધારિત પંડાલ ડિઝાઇન કરે છે. ત્યારે આ વર્ષે તેમણે વંદેભારત થીમ આધારીત પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાની મહેનતે આ પંડાલ તૈયાર થયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


થીમ પર ઘણા પંડાલ બનાવવામાં આવ્યા છે
આ પહેલા પણ ઘણા થીમ આધારિત પંડાલ બનાવવામાં આવ્યા છે, જેમાં રામ મંદિર, કોવિડ-19 રસી જેવા પંડાલોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ચંદ્રયાનની સફળતા બાદ પણ આ થીમ પર એક પંડાલ સજાવવામાં આવ્યો હતો જેમાં ભગવાન ગણેશજી ચંદ્રની સપાટી પર બિરાજમાન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application