સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં કોઇ સ્ટાફ હાજર નહીં
ખંભાળીયા તાલુકાના વાડીનાર સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડીયામાં બુધવારે સવારથી કોઇ સ્ટાફ જ નથી આવ્યો, 15 ગામ વચ્ચે આટલી મોટી બેંક હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં દેખાય છે, આ બેંકમાં હજારો ખાતાધારકો છે, આ બેંકની દરરોજની સમસ્યા છે, કયારેક સ્ટાફ ઓછો હોય છે, કયારેક ઇન્ટરનેટ સુવિધા બંધ હોય છે, આ બેંકની સમસ્યાનો ઉકેલ આવતો જ નથી.
કાલ સવારે પૈસાની લેવડ-દેવડ પણ બંધ છે, લાખો પિયાનું દરરોજનું ટર્નઓવર હોવા છતાં બેંકમાં કોઇ સ્ટાફ આવ્યો નથી, માત્ર એક જ બેંક હોવાથી ગ્રાહકોને ખુબ જ મુશ્કેલીઓ પડે છે, દુર-દુરથી આવતા ગ્રાહકો ખુબ જ પરેશાન થાય છે અને કાલે 12 વાગ્યા સુધી સ્ટાફ ન હોવાથી ગ્રાહકો બુમ મચાવી રહ્યા છે પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઇપણ જાતના પગલા લેવામાં આવ્યા નથી, વ્હેલી તકે કર્મચારીઓ આવે તો જ ગ્રાહકો પૈસાની લેવડ-દેવડ કરી શકે, આવડી મોટી બેંક રામ ભરોસે ચાલે છે, સરકારી બાબુઓ બેંકમાં આવતાં જ નથી, ગ્રાહકોને માત્ર ધકકા જ ખાવા પડે છે, તંત્ર દ્વારા લાપરવાહી બંધ કરી સ્ટાફ મોકલે તેવી ગ્રાહકોમાં માંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech