જૂનાગઢમાં આવેલી ભાગીદારી પેઢીના માલિકોએ કારખાનાની મશીનરી માટે કેનેરા બેન્કમાંથી લોન લીધી હતી મશીન માટે અન્ય બે પેઢીમાં રકમ જમા થઈ હતી અને ત્યારબાદ પેઢીના માલિકોએ બેંકની જાણ બહાર ઓર્ડર કેન્સલ કરી નાખ્યો હતો જે જમીન મોર્ગેજ કરી હતી તેનો કેસ ચાલતો હોવાથી બેંક આ જમીન વેચી શકતી ન હતી જેથી કેનેરા બેન્કના મેનેજર એ ભાગીદારી પેઢીના બે માલિક સહિત પાંચ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ જૂનાગઢમાં રહેતા અને ટાઈટન એકિઝમ નામની પેઢીના ભાગીદાર રોનક દિલીપ શેખડા તથા કાજલબેન પ્રફુલભાઈ શેખડા એ તા.૧૬ માર્ચના રાજકોટની કેનેરા બેન્કના સુલભ યુનિટ લોન વિભાગમાં ગયા હતા અને ત્યાંથી તેઓને જૂનાગઢ બ્રાન્ચમાં મોકલ્યા હતા. બંને જુનાગઢ કેનેરા બેન્કના બ્રાન્ચમાં આવી પ્લાસ્ટિક પેકેજીગં યુનિટ બનાવવા બે મશીન ખરીદવા ૨.૧૦કરોડની લોન લેવાની વાત કરી હતી જેથી બેંક મેનેજર એ લોન ના બદલામાં મોર્ગેજ શું કરશો તેમ જણાવતા બંનેએ ભેસાણ તાલુકાના પાટલા ગામે રોડ પરની જમીન મોર્ગેજ જ કરવાની વાત કરી હતી. બેંક અધિકારીઓ સ્થળ મુલાકાત કરવા ગયા હતા ત્યારબાદ વિઝીટ કરી પ્લાસ્ટિક પેકેજીગં સીટ બનાવવાના મશીન ફીટ કરવાનું જણાવ્યું હતું. જમીનના દસ્તાવેજ માંગતા રોનક શેખડાએ હાલ આ જમીન સંયુકત ભાગીદારીમાં હોવાનું જણાવ્યું હતું અને ભાગીદારી સમા થઈ છે નવો દસ્તાવેજ ટાઈટન એકિઝમ નામે કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવી વાત કરી હતી. રોનક શેખડાએ દસ્તાવેજ તથા નોબલ એજ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર નું ૧.૮૫ કરોડથી વધુનું કોટેશન તથા રીલાઈક એન્જિનિયરિંગ કંપનીનું .૪૯.૯૭ લાખનું કોટેશન રજૂ કયુ હતું. તમામ ડોકયુમેન્ટમાં રોનક શેખડા અને કાજલબેન ની સહી મેળવી ફોર્મ ભર્યા હતા. મોર્ગેજ કરવા બતાવેલી જમીનનો દસ્તાવેજ થયો ન હોવાથી સાટાખતના કાગળ મોકલ્યા હતા.૨૭ માર્ચ ૨૦૨૪ રાજકોટના સુલભ લોન યુનિટમાંથી ૧.૯૫ કરોડની લોન સેકશન થઈ હતી તેમાંથી ૧.૭૫ કરોડની ટર્મ લોન અને ૨૦ લાખની સીસી મંજૂર થઈ હતી આ લોન સેકશન થઈ તેમાં પ્રથમ જમીનનો દસ્તાવેજ રજૂ કરવાનો અને ત્યારબાદ રકમ વેન્ડરને મળશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ જમીનનો દસ્તાવેજ મોર્ગેજમાં મૂકયો હતો અને ૧.૭૫ કરોડની રકમમાંથી મશીનરી માટે નોબલ એજ ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં ૧.૩૭ કરોડ અને રિલાઈક એન્જિનિયરિંગ ના ખાતામાં ૩૭.૧૭લાખ જમા થયા હતા ત્યારબાદ બંને ઇન્ડસ્ટ્રીઝ એ કોટેશન મુજબ મશીન સપ્લાય ન કર્યા અને પિયા મેળવી બેંકની જાણ બહાર જ ઓર્ડર કેન્સલ કરી નાખ્યો અને અંદરો અંદર રકમની આપ લે કરી લીધી હતી.
મોર્ગેજ કરાવેલી જમીનના દસ્તાવેજમાં જણાવેલી રકમના ચેક બાઉન્સ કરી નાખ્યા હતા અને કોર્ટ કેસ ચાલુ હોવાથી દસ્તાવેજ કિલયર થયો ન હોવાથી બેંક આ મોર્ગેજ કરેલી જમીન વેચી શકતી નથી. જેથી સમગ્ર મામલે જુનાગઢ કેનેરા બેન્કના મેનેજર દીવાકર નંદુલાલ કોઠારીએ રોનક દિલીપ શેખડા, કાજલ પ્રફુલ શેખડા, નોબલ એજ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર મોહમ્મદ રીયાઝ ખીરા, રાજકોટના રવિ અરવિંદ વિરડીયા સામે બેંક સાથે છેતરપિંડીની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech