ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર, બાંગ્લાદેશે સતત બીજો અંડર-19 એશિયા કપ જીત્યો

  • December 08, 2024 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયા કપની ફાઇનલમાં યુવા ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને 59 રનથી હરાવીને સતત બીજી વખત ટાઈટલ પર કબજો કર્યો હતો. બાંગ્લાદેશે પોતાના ખિતાબનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. વર્ષ 2023માં યુએઈને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારત આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે.


ACC અંડર-19 એશિયા કપ 2024માં ભારતને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશે સફળતાપૂર્વક પોતાના ટાઇટલનો બચાવ કર્યો અને સતત બીજી વખત ટ્રોફી પર કબજો કર્યો. ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે ભારતને 59 રને હરાવ્યું હતું. 


પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 198 રન બનાવ્યા હતા. ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપ સામે આ સ્કોર નાનો માનવામાં આવતો હતો. જોકે બાંગ્લાદેશના બોલરોએ તેને મુશ્કેલ બનાવી દીધું હતું. ભારતીય અંડર-19 ટીમ 139 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application