બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધને કારણે દેશમાં ક્રિકેટની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દરમિયાન, બાંગ્લાદેશ ઓકટોબર મહિનામાં યોજાનાર મહિલા ટી–૨૦ વલ્ર્ડ કપ ૨૦૨૪ના ભાવિ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અહેવાલો અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ લંડનમાં છુપાયેલા છે. આવી સ્થિતિમાં એ ચિંતાનો વિષય છે કે મહિલા ટી–૨૦ વલ્ર્ડ કપનું આયોજન કોણ કરશે? આ મામલે બે દેશોએ પ્રવેશ કર્યેા છે.
નવા યજમાન દેશ તરીકે આઈસીસી પાસે બે વિકલ્પો ખુલ્લા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે યુએઈમાં વલ્ર્ડ કપનું આયોજન થઈ શકે છે, પરંતુ હવે ઝિમ્બાબ્વે પણ હોસ્ટિંગની રેસમાં કૂદી પડું છે. અચાનક જ ઝિમ્બાબ્વે વલ્ર્ડ કપની યજમાનીની રેસમાં સામેલ થઈ ગયું છે અને આઈસીસી આ અંગે ટૂંક સમયમાં પોતાનો નિર્ણય આપી શકે છે. ઝિમ્બાબ્વેએ તાજેતરના વર્ષેામાં બે વખત ઓડિઆઈ વલ્ર્ડ કપ કવોલિફાયર ટૂર્નામેન્ટનું આયોજન કયુ હતું. આ આફ્રિકન દેશે સાબિત કરી દીધું છે કે તે વિશ્વકપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં સક્ષમ છે.
મહિલા ટી– ૨૦ વલ્ર્ડ કપ ૨૦૨૪ની યજમાની પણ ઝિમ્બાબ્વેના હાથમાં જઈ શકે છે કારણ કે ઓકટોબર મહિનામાં ક્રિકેટ મેચો માટે હવામાન સાં રહેશે. તે દિવસો દરમિયાન ઝિમ્બાબ્વેમાં વરસાદની બહત્પ ઓછી શકયતા રહેશે. જો કે, યુએઈની તુલનામાં, આ આફ્રિકન દેશના સ્ટેડિયમની અંદર બહત્પ બેઠક જગ્યા નથી. પરંતુ ઝિમ્બાબ્વેમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારવાના સંદર્ભમાં આઈસીસીનો નિર્ણય ઘણો મહત્વનો હોઈ શકે છે]
ભારતને પણ ઓફર મળી હતી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી મહિલા ટી–૨૦ વલ્ર્ડ કપની યજમાનીની આફર મેળવનાર ભારત સૌપ્રથમ હતું. પરંતુ જય શાહે જણાવ્યું કે તેણે વલ્ર્ડ કપની યજમાનીની ઓફર તરત જ ફગાવી દીધી હતી. આનું કારણ એ હતું કે ઓકટોબર દરમિયાન ભારતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. બીસીસીઆઈ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે તેઓ વિશ્વમાં એવી ગેરસમજ ફેલાવવા માંગતા નથી કે ભારત વધુ વલ્ર્ડ કપ ટૂર્નામેન્ટ યોજવા માંગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech