બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ભડકેલી હિંસાની આગ વચ્ચે હાઈકોર્ટએ ભ્રષ્ટાચારના કેસમાં ભૂતપૂર્વ પીએમ ખાલિદા ઝિયાને બેવડી રાહત આપી છે, તેમને નિર્દોષ જાહેર કયર્િ બાદ હવે તેમને સારવાર માટે બ્રિટન જવાની મંજુરી આપી દીધી છે. હાઈકોર્ટનો નિર્ણય આવતા જ ખાલિદા ઝિયા યુએસ એમ્બેસી પહોંચી. તે આવતા મહિને બ્રિટન જઈ શકે છે. ત્યાંથી તે ઉચ્ચ સ્તરની સારવાર માટે અમેરિકા અથવા જર્મની જઈ શકે છે.
એક તરફ, બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે, જ્યારે બીજી તરફ, શેખ હસીનાના શાસન દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના પ્રમુખ ખાલિદા ઝિયાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
પહેલા, શેખ હસીનાને ઉથલાવ્યા પછી તરત જ, ખાલિદા ઝિયાને નીચલી અદાલતે નિર્દોષ જાહેર કરી અને હવે હાઈકોર્ટે પણ બુધવારે તેમને નિર્દોષ જાહેર કયર્.િ આ પછી, તે વિશેષ સારવાર માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમણે તમામ જરૂરી વ્યવસ્થા કરી લીધી છે. બુધવારે તેની વિઝા અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવાના કોર્ટના નિર્ણય બાદ તે યુએસ એમ્બેસી પહોંચી હતી.
સ્થાનિક સુત્રો માંથી મળતી વિગત અનુસાર ખાલિદા તેની ગુલશન ઓફિસથી યુએસ એમ્બેસી પહોંચી હતી અને તેની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેના ફિંગરપ્રિન્ટ્સ આપ્યા હતા અને હવે જિયા આવતા મહિને બ્રિટન જાય તેવી શક્યતા છે. ત્યાંથી તે ઉચ્ચ સ્તરની સારવાર માટે અમેરિકા અથવા જર્મની જઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech