અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળી ગયા છે. કોર્ટે આજે તમામ આરોપીઓને જામીન આપ્યા હતા. પોલીસે અલ્લુ અર્જુનના ઘરની બહારથી 6 લોકોની અટકાયત કરી હતી.
પોલીસે તેમની સામે BNSની કલમ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 હેઠળ કેસ નોંધ્યો હતો. આજે તમામને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટે પોલીસ રિમાન્ડ નામંજૂર કરી તમામને 10,000ના બોન્ડ પર જામીન પર મુક્ત કર્યા હતા.
અહેવાલ મુજબ, ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગઈકાલે (22 ડિસેમ્બર 2024) હૈદરાબાદના જુબિલી હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સજાની માંગ કરી તેમજ પીડિત પરિવારને વધુ વળતરની માંગ કરી હતી.
1 કરોડના વળતરની માંગણી કરી રહ્યા હતા
રિપોર્ટ અનુસાર, જ્યારે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ અભિનેતાના ઘરની અંદર ટામેટાં ફેંક્યા અને બહારના વાસણો તોડી નાખ્યા. કેટલાક સુરક્ષાકર્મીઓ સાથે હુમલાની પણ માહિતી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગમાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech