આ કેસની વિગત એવી છે કે ફરિયાદી કલ્પેશ તેના કાકાના મિત્ર પ્રવિણભાઈની જમીનનો ભરતે કરેલા સોદામાં સાક્ષી હતો. તે જમીન સંબંધે તકરારમાં જામનગરથી મોરબી જતા રસ્તા પર આવેલા સેન્ટ્રિંગના ડેલામાં ઘૂસી જઇ કલ્પેશ કાકડીયા અને પ્રવીણભાઈ ઉપર આરોપીઓએ તેની ઉપર હુમલો કરી ગંભીર ઇજા અંગે ભરત કુગસિયાને અને તેના ભાઈ ભાવેશ કુગસિયા, જગદીશ દેવાયતભાઈ કુગશીયા, મહાવીર ચંદુભા જાડેજા, જેન્તી વાઘજીભાઈ જંજુવાડીયા અને ધર્મેશ બકુલભાઈ જંજુવાડીયા સહિત છ આરોપીઓ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતાં બંને પક્ષોની દલીલો, રજૂઆતો ધ્યાને લઇ, પૂરાવાઓ તપાસી અદાલતે આરોપી ભરત કુગશીયા અને તેના ભાઈ ભાવેશકુગશીયાને તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા રૂા. ૨.૫૦ લાખનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો હતો.જ્યારે અન્ય ચારને અદાલતે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આરોપીઓ પૈકી ભરત રઘુભાઈ કુગશીયા દ્વારા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ અને જે અપીલ અનુસંધાને તેઓ દ્વારા જામીન પર છુટવા માટે અરજી કરવામાં આવી હતી જે જામીન અરજીમાં એવી રજુઆત કરવામાં આવેલ કે આરોપીએ કોઈ હથીયાર વડે માર મારેલ હોય તેવું ચાર્જશીટ જોતા જણાઇ આવતું નથી કે તેવો કોઈ પુરાવો પણ મળી આવેલ નથી તેમજ આઈ.પી.સી. કલમ ૩૦૭ના કોઈ તત્વો પુરાવા જોતા જણાઇ આવતા નથી. ફરીયાદીને જે ઈજાઓ હતી તે ફ્રેકચરની ઈજાઓ હતી, આરોપી વિરુધ્ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજુ કરી શકેલ નથી, ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજુ રાખવામાં આવેલ હતા. ઉપરોકત બચાવ પક્ષની દલીલો, અને કાયદાકીય આધારો ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી ભરત કુગશીયાને બંને કેસમાં રૂા.૧૦,૦૦૦/- ના અપીલ ચાલતા દરમ્યાન જામીન ઉપર મુકત કરેલ છે.
આ કામમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિરાટભાઈ પોપટ તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મિલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech