જામનગરમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપી પિતા-પુત્રની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે, જામનગરના રેવન્યુ સર્વે નં. 467, 468/1 ફાઇનલ પ્લોટ નં. 02ના પ્લોટ નં. 06ના પેટા પ્લોટ નં. 2/6/26 થી 2/6/30 વાળી જગ્યામા આ કામના આરોપીઓએ દબાણ કરેલ હોય જેથી ફરીયાદી દ્વારા આ કામના આરોપીઓ વિરુઘ્ધ કિંમતી જમીન તથા જમીનના રસ્તા ઉપર દબાણ કરી જમીન પચાવી પાડી અને ફરીયાદીને ટાંટીયા ભાંગી નાખવાની ધામ ધમકી આપવાના મામલે સીટી-એ ડિવીઝનમાં ફરીયાદ કરતા આરોપી પિત-પુત્ર સામે ગુનો દાખલ થયેલ જે અનુસંધાને પોલસે આરોપીઓની તા. 17/11/23ના રોજ ધરપકડ કરી જેલ હવાલે કયર્િ હતા આ ગુનાની તપાસ કરનાર અધિકારી દ્વારા આ કામે લેન્ડ ગ્રેબીંગ સમીતી, રેવન્યુ વિભાગ અને ફરીયાદી પાસેથી રેવન્યુ રેકર્ડ મેળવેલ અને તે અંગેનો દસ્તાવેજી પુરાવો મેળવવામાં આવેલ હતો.
જે બાદ બંને આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી અત્રેની સ્પે. લેન્ડ ગ્રેબીંગની કોર્ટમાં દાખલ કરેલ હતી જેની સુનાવણી દરમ્યાન આ કેસમાં મદદનીશ જીલ્લા સરકારી વકીલ દ્વારા સખત વાંધા રજુ કરવામા આવ્યા હતા, તેમજ વિવાદીન જમીનમા તેઓ ઘણા સમયથી દબાણ કરી મકાન બનાવી લીધેલ, હાલની જામીન અરજી દાખલ કરનાર પિતા પુત્ર પાસે માલીકી અંગેનો કોઇપણ સરકારી આધાર પુરાવો હોય તો રજુ કરવા જણાવેલ પરંતુ આરોપીઓ દ્વારા કોઇપણ પુરાવો રજુ કરવામા આવેલ નહી તેમજ તે બાબતે પ્રોશીકયુશન તરફે પિયુષભાઇ જે. પરમારની વિસ્તૃત દલીલો માન્ય રાખી આરોપીઓની જામીન અરજી રદ કરતો હુકમ એડી. સેશન્સ કોર્ટ તથા સ્પે. લેન્ડ ગ્રેબીંગ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો. લેન્ડ ગ્રેબીંગ કેસના આરોપી રસીકભાઇ જેઠાભાઇ ભરડવા અને તેના પુત્ર દિશાંત રસીકભાઇ ભરડવાની રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
March 18, 2025 08:59 PMગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMઉનાળામાં કૂલ અને ક્લાસી લુક માટે ટ્રાય કરો આ 5 પ્રકારના ડ્રેસ, જે છે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ
March 18, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech