રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી છેલ્લા આઠ દિવસથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે. આજે આઠમાં દિવસે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા. આજની પદયાત્રા પૂર્ણ કરી ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ જવા માટે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.
અનંત અંબાણીએ આજે વહેલી સવારે 5 વાગ્યે મહાદેવડિયા ગામ નજીકથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી. આઠ દિવસમાં અનંત અંબાણીએ 81 કિલોમીટરનું અંતર કાપ્યું છે. અનંત અંબાણીની પદયાત્રાના આઠમાં દિવસે તેઓની સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા. તેઓ ચંપલ પહેર્યાં વગર ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા.
અનંત અંબાણી મારા તો ખાસ મિત્ર છે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, આ ભક્તિ અને શક્તિની યાત્રા છે, મારા પરમમિત્ર અનંત અંબાણી દ્વારકાધીશનાં ચરણોમાં શીશ નમાવવા જઈ રહ્યા છે. તેઓનું તન નિરોગી છે, મન તંદુરસ્ત છે અને શ્રદ્ધાથી ભરપૂર છે. મારા તો ખાસ મિત્ર છે. મને ખૂબ ગૌરવ છે. હું પણ તેઓની સાથે પદયાત્રામાં જોડાયો છું. આ પદયાત્રાથી એક સંદેશ આપવા માગું છું કે, આપણે જમીનથી જોડાયેલા રહેવું જોઈએ. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ બિલ્ડિંગ હવામાં ઊભી ન રહી શકે. જમીન પર જ બિલ્ડિંગ ઊભી રહી શકે છે. દ્વારકાધીશ અનંત અંબાણીની સાથે છે.
યાત્રામાં અનંત અંબાણી અને 200 બ્રાહ્મણો સાથે તેઓ પર પગપાળા ચાલ્યા હતા. આ દરમિયાન અનંત અંબાણી સાથે ફોટો પડાવવા પણ લોકો પહોંચી ગયા હતા અને તેઓને દ્વારકાધીશની છબી ભેટ પણ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રથમવાર 6 મહિલાઓએ સાથે કરી સ્પેસની સફર, હોલીવુડ સિંગર કેટી પેરી પણ હતી સામેલ
April 14, 2025 08:07 PMગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામ આવશે વહેલા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
April 14, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech