BREAKING NEWS

રાજકોટના વોર્ડ નં.૩માં ભાજપે હેમુ ભરવાડને ટિકિટ નહીં આપતા કાર્યાલયે હોબાળો મચાવ્યો

  • April 11, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના વોર્ડ નં.૩માં ભાજપના કાર્યકર હેમુ પરમાર (ભરવાડ)એ ભાજપની ટિકિટ માગી હતી અને દાવેદારી પણ નોંધાવી હતી પરંતુ ગઇકાલે રાત્રે જાહેર થયેલી ઉમેદવારોની યાદીમાં તેનું નામ જાહેર નહીં થતાં તેણે ભારે હોબાળો મચાવ્યો હતો. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે બસ્સોથી વધુ સમર્થકોના ટોળાં સાથે ધસી જઇને ટિકિટ આપવા માટે માગણી કરી હતી. સામાન્ય રીતે ભાજપ એક વખત ઉમેદવારોની યાદી જાહેર કરે ત્યારબાદ કયારેય તેમાં ફેરફાર કરતું નથી. આથી તેને ટિકિટ નહીં જ મળે તે નિિત થઇ જતાં હેમુ ભરવાડના સમર્થકો વધુ ઉશ્કેરાયા હતાં. વોર્ડ નં.૩એ ૬૮ રાજકોટ પૂર્વ અને ૬૯ રાજકોટ પિમ તેમ બન્ને વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. આથી આ વોર્ડના ઉમેદવાર નકકી કરવામાં બન્ને મત વિસ્તારના ધારાસભ્યોનો અભિપ્રાય ભાજપ દ્રારા અચુક પુછવામાં આવે છે. દરમિયાન આ વોર્ડમાં હેમુ ભરવાડને ટિકિટ આપવા માટે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે પ્રદેશ સુધી રજૂઆત કરી હતી, જયારે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ અન્ય ઉમેદવારને અન્ય ઉમેદવારને ટિકિટ આપવા આગ્રહ કર્યેા હતો. બન્ને ધારાસભ્યના અભિપ્રાયના અંતે પ્રદેશ ભાજપે હેમુ ભરવાડના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપી હતી. ગઇકાલે આ મામલે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પણ રાજકોટના બન્ને ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ગત રાત્રે પણ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે બન્ને ધારાસભ્યો વચ્ચે તું તું મેં મેં થઇ હોવાની ચર્ચા છે. વોર્ડ નં.૩માં હેમુ ભરવાડના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપવાના મામલે પેનલની રચના ડખ્ખે ચડી હતી તેવી પણ ચર્ચા છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News