જૂનાગઢ બીએપીએસ સંસ્થા દ્વારા આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવમા આજે અંતિમ દિવસે સ્વામીજીએ પરમાત્માનો સાક્ષાતકાર કરવા સાધના કરવી આવશ્યક છે. અને સાચા સંતનું માર્ગદર્શન જ ભક્તોને પરમાત્માના ધામ સુધી પહોંચાડે છે તેમ જણાવી માનવ ઉત્કર્ષની વ્યાખ્યાની સમજ આપી હતી.જૂનાગઢમાં બીએપીએસ સંસ્થા દ્વારા હવેલી વાડીમાં આયોજિત ત્રિ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવના આજે અંતિમ દિવસે અપૂર્વ મુની સ્વામીજીએ આધ્યાત્મિક વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. પરમાત્મા છે તો પ્રરશ્નો કેમ સંદર્ભિત થયેલા પ્રશ્ન અંગે સ્વામીજીએ જણાવ્યું હતું કે સાધનથી સમજાય તે વિજ્ઞાન છે અને સાધનાથી સમજાય તે પરમાત્મા છે. પરમાત્મા પોતાની પાસે જ છે તેમ માનશો તો પ્રશ્નો સર્જાશે જ નહીં. પરમાત્માનો સાચો પરિચય સાચા સંત જ કરાવે છે જેથી આત્માની પરમાત્મા સુધીની યાત્રા એ જ માનવ ઉત્કર્ષ જેથી પરમાત્માના સાક્ષાત્કાર માટે સાચા સંતની અનિવાર્યતા હોવાનું જણાવ્યું હતું. પરમાત્માને ફરિયાદ ન કરો કે મારી પાસે મોટા પ્રશ્નો છે પરંતુ પ્રશ્નોને કહ્યું કે મારી પાસે મોટામાં મોટા પરમાત્મા છે પછી મારે શું ચિંતા, વર્તમાન સમયમાં ભગવાનને માનનારા ઘણા છે પરંતુ ભગવાનનું માનનારા ઓછા છે. જો શ્રદ્ધા હોય તો પાણી પથ્થર અને પ્રતિમા માં પણ ભગવાન દેખા ત્યારબાદ સ્વામીજી એ લેખિત સત્સંગ દીક્ષા ગ્રંથ લોક મુખપાઠ કરનારા બાળ પંડીતોને આશીર્વચન આપ્યા હતા. ત્રણ દિવસ દરમ્યાન હજારી લોકોએ સ્વામીજીના પ્રેરક વક્તવ્યનું રસપાન કર્યું હતું....