પોરબંદરની મોઢા કોલેજનું બી.કોમ. ગુજરાતી માધ્યમનું ઝળહળતુ પરિણામ જાહેર થયુ છે.
પોરબંદરની શ્રેષ્ઠ સંસ્થા શ્રી વી. જે. મોઢા કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટના બી.કોમ. (ગુજરાતી માધ્યમ) સેમેસ્ટર-૨ (૨૦૨૦)નું ઉત્તમ પરિણામ આવતા વિદ્યાર્થીઓને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. અનુભવી સ્ટાફ દ્વારા દરેક વિષયની સરળતાથી સમજાવટ, વિવિધ મુદાઓને પ્રોજેક્ટર દ્વારા વિગતવાર સમજાવટ, નિયમિત પુનરાવર્તન વગેરે દ્વારા વિદ્યાર્થીઓએ સફળતાના ઉચ્ચ શિખરો સર કર્યા છે. વિદ્યાર્થીઓના આ ઉતમ પરિણામમાં તેમને સતત અભ્યાસ કરાવતા અને માર્ગદર્શન આપતા કોમર્સ ડિપાર્ટમેંટના અધ્યાપકો હિરેન મજીઠીયા, રાહુલપંડ્યા, દીપથાનકી,અંકિતાબારૈયા, કવિતા આડતીયાનો પણ ખુબ જ સહયોગ અને મહેનત રહેલી.બી. કોમ. (ગુજરાતી માધ્યમ) સેમેસ્ટર-૨ ( ૨૦૨૦)ની એપ્રિલ-ર૦૨૪ ની પરીક્ષામાં મોરી હેતલ નાથાભાઈ ૮૩.૬૪% સાથે કોલેજમાં પ્રથમ ક્રમાંકે, ઉલવા લખન ખીમાભાઈ ૮૨.૭૩% સાથે કોલેજમાં બીજા ક્રમાંકે, મકવાણા ધ્રિતિ હિતેશકુમાર ૭૮.૭૩% સાથે કોલેજમાં ત્રીજા ક્રમાંકે, ઉલવા નવઘણ ડાભાઈ ૭૮.૧૮% સાથે કોલેજમાં ચોથા ક્રમાંકે, ગરચર અજય પરબતભાઈ ૭૭.૨૭% સાથે કોલેજમાં પાંચમા ક્રમાંકે,આ ઉપરાંત, હુણ કરણ જીવનભાઈ ૭૬.૫૫% સાથે છઠ્ઠા ક્રમે, ભુતિયા રાજવી શૈલેષભાઈ ૭૫.૬૪% સાથે સાતમાં ક્રમે, ઓડેદરા અજય લાખાભાઈ ૭૫.૦૯% સાથે આઠમાં ક્રમે, ગોહેલ ઈશિતા નરેન્દ્રભાઈ ૭૩.૬૪% સાથે નવમાં ક્રમે તથા ગરચર કિશન રાણાભાઈ ૭૩.૪૫% સાથે દશમાં ક્રમેઉતિર્ણ થયેલ છે. ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓમાંથી ૨ વિદ્યાર્થીઓએ ૮૦% થી ૯૦% વચ્ચે,૧૧ વિદ્યાર્થીઓએ ૭૦% થી ૮૦% વચ્ચે તથા ૨ વિદ્યાર્થીઓએ ૬૦% થી ૭૦% ટકાવારી મેળવેલ છે.
સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્રસિંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, જયસુખભાઇ થાનકી, રવિભાઈ થાનકી, સિધ્ધાર્થભાઈ મોઢા, મયુરરાજસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર વિશાલભાઈ પંડ્યા, એકેડમિક હેડ ડો. ઝલકભાઈ ઠકરાર તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે. સાથે સાથે ભવિષ્યમાં આ જ રીતે સિદ્ધિઓના શિખર સર કરતાં રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech