તા. ૧-૬-૧૯૪૯ ના જન્મેલા પ્રોફેસર ડો. વી. ડી. શુકલએ જામનગરને તેમની કર્મભૂમિ બનાવી હતી. તેઓએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ૧૯૬૫ માં વિદ્યાર્થી તરીકે શરૂઆત કરેલ. આયુર્વેદ માં બી.એસ.એ.એમ., એમ.એસ.એ.એમ. અને શિક્ષણ જગતની સર્વોચ્ચ ઉપાધિ પી.એચ.ડી. પ્રાપ્ત કરી. ૧૯૬૮ માં યુનિવર્સિટી સ્તરે તેઓ એથલેટીકસ ક્ષેત્રે સ્થાપિત કરેલ રેકર્ડ આજ દિવસ સુધી અખંડ છે.
તેમના માર્ગદર્શન હેઠળ અનેક દેશ-વિદેશના વિદ્યાર્થીઓ એમ.ડી. અને પી.એચ.ડી થયા. વહીવટી ક્ષેત્રે તેઓ આયુર્વેદ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર- ઇન્ચાર્જ ડીન ડાયરેકટર, વી.એમ.સી. મેમ્બર, વિવિધ રાજયના લોક સેવા આયોગ, સંધ લોક સેવા આયોગ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓમાં કામગીરી કરેલ. આયુર્વેદના પ્રચાર-પ્રસાર અર્થે તેઓ ઓલ ઇન્ડિયા રેડીયો, ટી.વી. ચેનલોમાં વક્તવ્યો આપ્યા. તેમના દ્વારા આયુર્વેદ ક્ષેત્રે લખવામાં આવેલ પુસ્તક ખુબ પ્રચલિત થયેલ. તેમને કુલ ૧૮૨ શોધ પત્ર પ્રકાશિત કર્યા.
ભારતીય નૌ સેના, ભારતીય થલસેના ખાતે માનદ સેવા આપી હતી. ૨૦૦૧ માં વિશ્વની સૌથી ઉચી શેરડી ઉગાડીને તેઓ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં જગ્યા બનાવેલ. શોધ બાબતે આર્યભટ્ટ સન્માન પ્રાપ્ત કરેલ. કામગીરી અન્વયે પ્રાઇડ ઓફ ઇન્ડીયાનું સન્માન પ્રાપ્ત કરેલ. આયુર્વેદ ક્ષેત્રે ઉમદા કારકિર્દી કરી તેઓ ૨૮-૧૨-૨૦૨૪ ના જગતથી વિદાઈ લીધી. તેમની વિદાયથી દેશ-વિદેશના તેમના વિધાર્થીઓ-દર્દીઓમાં શોકની લાગણી જોવા મળી છે. તેમની વિદાયથી થયેલ ખોટ પૂર્ણ નહી થઇ શકે. તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.
તેમનું ઉઠમણું ગુરુવાર તા. ૦૨-૦૧-૨૦૨૫ ના તેમના નિવાસ સ્થાન ‘રશ્મિ પ્રભા’, ૩-ન્યુ આરામ કોલોની, ખોડીયાર કોલોની પાસે, જામનગર ખાતે સાંજે ૫ થી ૬ સુધી રાખેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech