પોરબંદર નજીકના મંડેર ગામની કોઢીયાવાળ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ જળપ્લાવિત વિસ્તારમાં કપડા ધોવા ગયા બાદ મહિલા અને તણીનું પાણીમાં ડુબીને મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઇ છે.બન્નેને સરકારી હોસ્પિટલે માધવપુર ખાતે લઇ જવાયા હતા પરંતુ ફરજ પરના તબીબોએ કાકી-ભત્રીજીને મૃત જાહેર કરતા પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો.
મંડેર ગામે ખડી વાડી વિસ્તારમાં રહેતા ભરત બચુભાઇ બાલસ દ્વારા માધવપુરપોલીસ મથકમાં એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે તેમના પત્ની ગીતાબેન ઉ.વ. ૨૯ અને ભત્રીજી જીજ્ઞાબેન કારાભાઇ બાલસ ઉ.વ. ૧૪ બંને તા. ૧૦-૧૦ના બપોરે પોણાચાર વાગ્યે મંડેર ગામની ખડીવાડીમાં આવેલ કોઢીયાવાડ વિસ્તારમાં ખેતરના વાયામાં પાણી વહેતુ હોવાથી કપડા ધોવા માટે ગયા હતા અને બંને કોઇપણ કારણોસર પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતા તાત્કાલિક લોકો દોડી ગયા હતા અને ગીતા બેન તથા તેની ભત્રીજી જીજ્ઞાને બહાર કાઢી હતી તથા વધુ પાણી પી ગયા હોવાથી ઇમરજન્સી સેવા ૧૦૮ મારફતે તાત્કાલિક માધવપુરના સી.એચ.સી. સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બબ્બે સભ્યોના આ રીતે અચાનક મોતથી પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો
January 26, 2025 03:09 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech