જેતપુર યાર્ડમાં વેપારી ઉપર હુમલો કરનારાનું સરઘસ ન કઢાય તો હરાજી બંધનું એલાન

  • February 20, 2024 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર માર્કેટીંગ યાર્ડમાં ગતરોજ મરચાં લઈને આવેલ વાહન ચાલક દ્વારા વેપારી સો માાકૂટ તાં ટોળા પર બોલેરો ચડાવી દેવાના પ્રયાસ યો હતો. જેમાં આજે યાર્ડના વેપારી એસોસિએશને યાર્ડમાં આવી ગઈ ગયેલ જણશીની ખેડૂતોના હિતમાં હરરાજી કરી હતી. અને બાદમાં આરોપીઓનું સરઘસ કાઢી કડક કાર્યવાહીની માંગ સો હરરાજી અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાની જાહેરાત કરી હતી.

જેતપુર માર્કેટીંગ યાર્ડમાં ગતરોજ મરચાં લઈને આવેલ બોલેરો વાહન ચાલક અને તેના સાીઓએ વેપારી સો માાકૂટ કરી અને વેપારીઓ તેમજ ખેડૂતોના ટોળા પર બોલેરો ચડાવી દેવાની કોશિષ કરી હતી. તે બનાવમાં ચાર ઇજાગ્રસ્તોમાંથી  પ્રશાંત ટ્રેડર્સના માલીક ચંદુભાઈ પાઘડાળે સીટી પોલીસમાં વિશાલ સાજડિયાળી, જગાભાઈ જામકંડોરણા, ઘોઘાભાઈ ખજૂરી ગુંદાળા અને એક અજાણ્યા શખ્સ સામે ફરીયાદ જાની મારી નાખવાની ધમકી તેમજ ઢીકાપાટુનો મારમારી પુરપાટ ઝડપે બોલેરો ચલાવી ઇજા પહોંચડવાની ફરીયાદ નોંધાવી હતી. પરંતુ બનાવ સવારમાં બન્યો હતો અને ઇજાગ્રસ્તો મોડી રાત સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં પોલીસે આરોપીઓ સામે ઢીલી નીતિ રાખી માંડ માંડ વેપારીઓની ફરીયાદ નોંધી હતી.

જેના કારણે યાર્ડના વેપારીઓમાં પોલીસ સામે રોષ ફેલાયો હતો. હુમલાના વિરોધમાં વેપારીઓએ આજે સવારે હરરાજીમાં આવ્યા જ નહીં અને યાર્ડમાં ચેરમેન સો બેઠક બોલાવી જ્યાં સુધી આરોપીઓનું પોલીસ સરઘસ ન કાઢે અને કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી હરરાજી જ નહીં કરે તેવો નિર્ણય લીધો હતો. પરંતુ વિવિધ જણશી લઈને આવેલ ખેડૂતોએ બે દિવસી જાણશીઓ ખુલ્લા  મેદાનમાં પડી હોય અને તે બગડી જશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. ગતરોજ અને આજ સવારે યાર્ડમાં આવી ગયેલ જણશીની હરરાજી કરી લો બાદમાં ગમે તેટલા દિવસ હરરાજી બંધ રાખો તો પણ વાંધો ની તેવી ખેડૂતોએ રજુઆત કરી હતી. જેી વેપારીઓએ ખેડૂતના હિતમાં નિર્ણય લઈ હરરાજી શરૂ કરી હતી. અને આજની હરરાજી બાદ પોતાની માંગ પર અકબંધ રહી આરોપીઓને કડક સજાની માંગ સો અચોકસ મુદત માટે હરરાજી બંધની જાહેરાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application