સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ ગયા મહિને સિરિયામાં થયેલા બળવા પછી તેમના પરિવાર સાથે મોસ્કોમાં રહે છે. રશિયાએ અસદ પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. જો કે તાજેતરમાં જ એવા અહેવાલ સામે આવ્યા છે કે ત્યાં બશર અલ અસદને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમની હાલત બગડતા તબીબને બોલાવાયા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમની તબિયત વધુ લથડી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.જો કે આ ઘટના થી એક બાબતની પુષ્ટી થઈ છે કે પુતિન અને અસદ વચ્ચે બધું સામાન્ય નથી, બન્નેના સંબંધો વણસ્યા છે.
રશિયામાં રહેતા સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્રિટિશ અખબાર ધ સનના અહેવાલ મુજબ, અસદે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ માટે તેણે સારવાર માટે મદદ માંગી હતી. જો કે, થોડા સમય બાદ જ સ્થિતિ વણસવા લાગી હતી. તેને ઉધરસ અને ગૂંગળામણની ફરિયાદ પણ થવા લાગી. તેને રાહત આપવા માટે પાણી આપવામાં આવ્યું હતું. પરંતુ ડોક્ટર આવ્યા ત્યાં સુધીમાં તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.આ ઘટના એવા સમયે સામે આવી છે કે જ્યારે તેમના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેના સંબંધો બગડતા જોવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓને એકબીજા પર વિશ્વાસ નહોતો, પરંતુ પુતિને જ સીરિયામાંથી અસદને છોડાવવા અને મોસ્કો લઈ જવાનો નિર્ણય કર્યો.
દેશમાં બળવા પછી પરિવાર સાથે મોસ્કોમાં રહેતા બશીરનો જીવ જોખમમાં, પારિવારિક વિવાદો પણ વધ્યા
સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અસદને રશિયામાં ઝેર આપી મારી નાખવાનો પ્રયાસતબીબોએ ઝેર આપવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી
વ્લાદિમીર પુતિનને પણ અસદની હાલત વિશે જાણ કરવામાં આવી હતી, જે બાદ ક્રેમલિને આદેશ આપ્યો કે તેની સારવાર હોસ્પિટલના બદલે તેના એપાર્ટમેન્ટમાં કરવામાં આવે. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોની ટીમ અસદના એપાર્ટમેન્ટમાં તૈનાત કરવામાં આવી હતી. ડોક્ટરોએ કહ્યું કે અસદની હાલત હવે સ્થિર છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેના શરીરમાંથી લેવામાં આવેલા સેમ્પલની ચકાસણી બાદ તેને ઝેર આપવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ હતી. આ ઘટનાની તપાસ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી નિકોલાઈ પાત્રુશેવની દેખરેખ હેઠળ થઈ રહી છે. જો કે અસદને કેવી રીતે ઝેર આપવામાં આવ્યું તે સ્પષ્ટ થયું ન હતું.
અસદનો પારિવારિક વિવાદ
અસદને સત્તા પરથી હટાવ્યા બાદ તેમના ઘરમાં પણ પારિવારિક વિવાદો શરૂ થઈ ગયા છે. અહેવાલો અનુસાર, તેની પત્ની અસ્મા બ્રિટન પરત ફરવા માંગતી હતી, પરંતુ પાસપોર્ટની સમસ્યાને કારણે તે આવી શકી નહીં. અસ્માનો જન્મ લંડનમાં થયો હતો અને હવે તે મોસ્કોમાં અસદ સાથે રહે છે. એવા પણ અહેવાલ છે કે અસ્મા છૂટાછેડાની માંગ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech