સનાળા ગામમાં વિજ ટુકડી પર હુમલો: સરપંચ સહિત ચાર સામે ફરિયાદ

  • October 17, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેકીંગમાં વિજચોરી માલુમ પડતાં શખ્સો વિર્ફયા: નાયબ ઇજનેરને માર માર્યો


કાલાવડ તાલુકાના સનાળા ગામે ગઇકાલે વિજ કંપનીની ટુકડી ચેકીંગ માટે ગઇ હતી, એ વેળાએ બબાલ થતાં નાયબ ઇજનેરને માર મારી ધમકી દેવામાં આવી હતી, આ બનાવમાં સનાળા સરપંચ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે.



કાલાવડના સનાળા ગામે રહેતા ધીભાઇ વિરાણીના રહેણાંક મકાને ગઇકાલે પીજીવીસીએલ કચેરી વાંકાનેરના નાયબ ઇજનેર હરેશભાઇ ખાંડેકા અને સ્ટાફ વિજ ચેકીંગમાં ગયા હતા અને મકાનનું ચેકીંગ કરતા વિજચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું, આથી તેઓનું મીટર ઉતારી લેતા આ વાતનો ખાર રાખીને આરોપીઓ ઉશ્કેરાઇને ભેગા મળી વિજ અધિકારીને કાયદેસરની ફરજ બજાવતા રોકીને અપશબ્દો કહ્યા હતા.



ઉપરાંત ફરિયાદીને ઝાપટો મારી, પાટુ મારી, મોઢા પર વિખોડયા ભરી જમીન પર પછાડી દીધા હતા અને હવે પછી ક્યારેય અમારા ગામમાં દેખાત નહીૅ નહીંતર જીવતો રહીશ નહીં, તેવી ધમકી આપીને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી. વિજ ટુકડી સાથે ગેરવર્તન કયર્નિું સામે આવતા ચકચાર મચી ગઇ હતી, ઇજાગ્રસ્તે જી.જી. હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી.


દરમ્યાનમાં યોગરાજનગર સોસાયટી ખાતે રહેતા પીજીવીસીએલના નાયબ ઇજનેર હરેશભાઇ દામજીભાઇ ખાંડેકા (ઉ.વ. 44) એ ગઇકાલે કાલાવડ ટાઉન પોલીસમાં સનાળા ગામના ધી જેરામ વિરાણી, સનાળા ગામના સરપંચ જયદેવસિંહ બનેસંગ જાડેજા, જયુભા પ્રવિણસિંહ જાડેજા અને રાજેશ ચના ગધેથરીયા આ ચારની વિઘ્ધ આઇપીસી કલમ-332, પ04, પ06 (ર), 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ પટેલ તપાસ ચલાવી રહ્યા છે.


ધ્રોલના હાડાટોડામાં વૃઘ્ધને માર માર્યો: મારી નાખવાની ધમકી


ધ્રોલના હાડાટોડા ગામમાં અગાઉ થયેલી બોલચાલીનો ખાર રાખીને વૃઘ્ધને ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધાની ગામમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે.


ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા દશરથસિંહ જામભા જાડેજા (ઉ.વ. 60) નામના વૃઘ્ધને અગાઉ આરોપી પ્રહલાદસિંહ સામે બોલાચાલી થઇ હતી, જે બાબતનો ખાર રાખીને આરોપીએ બે દિવસ પહેલા હાડાટોડા ગામમાં આવેલી દુકાને ફરિયાદી દશરથસિંહને ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમીકી દીધી હતી, આથી તેમણે ગઇકાલે ધ્રોલ પોલીસમાં હાડાટોડા ગામમાં રહેતા પ્રહલાદસિંહ ઉર્ફે ટીનો વનરાજસિંહ જાડેજાની વિઘ્ધ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application