રસ્તા બાબતનું મનદુઃખ રાખીને કેનેડીના યુવાન ઉપર હુમલો: બે શખ્સો સામે ફરિયાદ

  • October 20, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: એક ફરાર


કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પાછાભાઈ માલાભાઈ પરમાર નામના 45 વર્ષના રબારી યુવાન પોતાના માલઢોરને વાડે લઈ જવા માટે નીકળતી વખતે આ જ વિસ્તારમાં રહેતા રાજેશ ઉર્ફે માલો ગગાભાઈ પરમાર અને હરિભાઈ ગગાભાઈ પરમાર નામના બે શખ્સો સાથે રસ્તા બાબતનું મનદુઃખ હોવાથી આ અંગેનો ખાર રાખીને બંને શખ્સોએ ફરિયાદી પાછાભાઈ રબારીને લાકડીના ધોકા તથા કડા વડે માર બેફામ માર માર્યો હતો.


એટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે બંને શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


જયારે ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા સાજણ સામરા મસુરા નામના 28 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી રૂપિયા 16,000 ની કિંમતની વિદેશી દારૂની 40 બોટલ સહિત કુલ રૂપિયા 21,000 ના મુદ્દામાલ સાથે સાજણ સામરા મસુરાની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જામ જોધપુરના કિશોર જોગાણીનું નામ પણ ખુલવા પામ્યું છે. જેથી પોલીસ હાલ તેને ફરાર ગણી, પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કોન્સ્ટેબલ હેમંતભાઈ નંદાણીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application