જામનગરના ત્રણ માળીયા આવાસ પાસે જુની અદાવતનો ખાર રાખીને રીક્ષાચાલક પર હથીયારોથી હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી તેમજ ઢીકાપાટુનો માર મારી ધમકી દીધાની ખોજાનાકા નજીક મકરાણી જમાતખાના પાસે રહેતા ચાર શખ્સો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
લાલપુર તાલુકાના સેતાલુસ ગામના વતની અને હાલ જામનગર વામ્બે આવાસ રોડ ત્રણમાળીયા આવાસ બ્લોક ૧૩માં રહેતા કાદમીયા દાઉદમીયા મુલ્લા (ઉ.વ.૨૬) નામના રીક્ષા ડ્રાઇવરે ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં ખોજાનાકા પાસે આવેલ મકરાણી જમાતખાના પાસે રહેતા કામીલ મકરાણી, કામીલનો નાનો ભાઇ તથા તનવીર મકરાણી અને કાલાણી મકરાણી નામના શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના મિત્ર સાગર માણેકના મિત્રોએ આરોપી કામીલના પિતાને ૧૦-૧૫ દિવસ પહેલા માર માર્યો હતો જેનો ખાર ફરીયાદી ઉપર રાખીને ગઇકાલે ત્રણ માળીયા આવાસ પાસે આરોપીઓ તલવાર, પાઇપ સાથે ધસી ગયા હતા અને ફરીયાદી પર હુમલો કરી માથા અને શરીરના ભાગે ઇજા પહોચાડી હતી જેમા હાથ-પગમાં ફ્રેકચર માથામાં ટાંકા આવ્યા હતા.
તમામ આરોપીઓએ ફરીયાદીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી દઇ મદદગારી કરી હતી. ફરીયાદના આધારે સીટી-સી પોલીસ તપાસ ચલાવી રહી છે.