અતીકના હત્યારા લવલેશે પિસ્તોલ સાથેની તસવીર કરી હતી શેર

  • April 17, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપ કૌન સા કામ કરને કે લિયે પૈદા હુએ થે? માફિયા બોસ. અતીક અહેમદ અને તેના ભાઈ ખાલીદ અજીમ ઉર્ફે અશરફની હત્યામાં સામેલ હુમલાખોરોમાંના એક લવલેશ કુમાર તિવારી દ્વારા કથિત રીતે 2019માં એક ફેસબુક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની જમણેરી જૂથ સાથે સંકળાયેલા યુવાનોના એક વર્ગ દ્વારા સરાહના કરવામાં આવી રહી છે. આરોપી લવલેશ કે જે પોતાના નામની આગળ મહારાજ ઉમેરવાનું પસંદ કરે છે. તેણે અન્ય એક પોસ્ટમાં પોતાના દોસ્ત સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ગુંડાઈ કરોગે હમારે બજાર મેં તો ગોલી મારેંગે સીધે કપાલ મેં. તેના સોશિયલ મીડિયા પ્રોફાઈલના આલ્બના વિભાગમાં પિસ્તોલ સાથેના કેટલાંક ફોટા છે. આ સિવાય ગળામાં ઝેરી કોબ્રા સાપ સાથેનો પણ ફોટો છે. આ તસવીરો તેના ઈરાદાઓને જાહેર કરવા માટે પૂરતા છે.



આ સિવાય આરોપી લવલેશ કુમારની પ્રોફાઈલમાં અન્ય પણ કેટલીક તસવીરો અને દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં જમણેરી નેતાઓ સાથે સેલ્ફી પણ સામેલ છે. આ સિવાય બાહુબલીઓ સાથેના ફોટા અને વંશીય પ્રકૃતિની કેટલીક પોસ્ટ સૂચવે છે કે તે ગેંગનો આકા હોય એ રીતે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગતો હતો. આવા જ એક તથ્યનો તેના પિતા યાગ કુમારે પણ માન્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટેક સેવી તિવારી 2021માં બાંદામાં એક છોકરાના મૃત્યુ બાદ કાઢવામાં આવેલી કેન્ડલ માર્ચ બાદ ચર્ચામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application