પોરબંદર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ વિધાર્થીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે.
‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૪’ ઝુંબેશ અને વિકાસ સપ્તાહ અંતર્ગત પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોના સહયોગથી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ શાળામાં અને ગામ પંચાયત ખાતે જળ અને સ્વચ્છતા અંગે વિધાર્થીઓ અને ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
જીવનમાં પાણી અને સ્વચ્છતાનું મહત્વ અંગે વિધાર્થીઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આગામી 17 તારીખે મેવાસા ખાતે યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
May 15, 2025 12:20 PMજામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે
May 15, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech