લાલપુર ખાતે 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા

  • April 30, 2024 06:54 PM 

લાલપુર ખાતે 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે. 

મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીંગ સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પ્રાંત અધિકારી શ્રી અસવાર સહિત કુલ 128 અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ અદા કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, જામનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી સાથે સંકળાયેલા અન્ય વિસ્તારના મતદારો મતદાન કરવાથી વંચિત ન રહે તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે તાલીમની સાથે સાથે જ નિયત સ્થળોએ મતદાન કરી શકે તે પ્રકારેની તા.30 અને તા.1 મે સુધીની સુદ્રઢ વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application