પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીને શનિવારે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.
ઉદ્યોગપતિમાંથી રાજકારણી બનેલા ઝરદારી પાકિસ્તાનના દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ છે. આઉટગોઇંગ પ્રેસિડેન્ટ ડૉ. આરિફ અલ્વીની જગ્યા લેવા જઈ રહેલા ઝરદારી રવિવારે શપથ લઈ શકે છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીને શનિવારે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. બીજી વખત દેશનું સર્વોચ્ચ પદ સંભાળવા જઈ રહેલા ઝરદારી અગાઉ 2008થી 2013 સુધી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ઉદ્યોગપતિમાંથી રાજકારણી બનેલા ઝરદારી પાકિસ્તાનના દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ છે. ઝરદારી રવિવારે શપથ લઈ શકે છે.
નેશનલ એસેમ્બલી અને સેનેટમાં ઝરદારીને 255 વોટ મળ્યા
પાકિસ્તાનના બંધારણની જોગવાઈઓ અનુસાર, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતીય એસેમ્બલીના નવા ચૂંટાયેલા સભ્યો મતદાન કરે છે. પીપીપી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સંયુક્ત ઉમેદવાર 68 વર્ષીય ઝરદારીને નેશનલ એસેમ્બલી અને સેનેટમાં 255 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના ઉમેદવાર 75 વર્ષના મહમૂદ ખાન અચકઝાઈને 119 વોટ મળ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech