અરુણાચલ પ્રદેશ ભારતનો જ અભિન્ન ભાગ: અમેરિકા

  • March 21, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીન અણાચલ પ્રદેશ પર સતત દાવો કરી રહ્યું છે. પરંતુ હવે અમેરિકાએ અણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અગં જાહેર કરીને આંચકો આપ્યો છે. ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ખૂબ જ સંવેદનશીલ અને સળગતો મુદ્દો છે. અમેરિકાએ સ્પષ્ટ્રપણે કહ્યું કે, તે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પ્રાદેશિક દાવા કરવાના પ્રયાસોનો સખત વિરોધ કરે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવકતા વેદાંત પટેલે કહ્યું હતું કે, અમેરિકા અણાચલ પ્રદેશને ભારતનો ભાગ માને છે. અમે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા ઉલ્લંઘનનો દાવો કરવાના આર્મી અથવા કોઈપણ નાગરિક દ્રારા કોઈપણ એકપક્ષીય પ્રયાસની સખત નિંદા કરીએ છીએ.
અમેરિકાનું આ નિવેદન ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા ઝાંગ શિયાઓગાંગના નિવેદન બાદ આવ્યું છે, જેમાં ચીને કહ્યું હતું કે, બેઇજિંગ કહેવાતા અણાચલ પ્રદેશ પર ભારતના ગેરકાયદે કબજાનો સખત વિરોધ કરે છે. ચીન અણાચલ પ્રદેશ માટે જંગનાન નામનો ઉપયોગ કરે છે. નોંધનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં અણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને લઈને ચીને ભારત સામે રાજદ્રારી વિરોધ નોંધાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલય વાંગ વેનબિને કહ્યું હતું કે, આનાથી ભારત–ચીન સરહદ વિવાદ વધુ વધશે. વેનબિને કહ્યું હતું કે, ભારતને ચીનના જંગનાનનો વિકાસ કરવાનો કોઈ અધિકાર નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application