મોટાખોખરા ગામના યુવાનના આધારકાર્ડ પર બેન્કમાં ખાતા ખોલાવી જીએસટી પેઢી ઉભી કરી લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કરાયા અંગે ૫શખ્સ સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે સંદર્ભે પોલીસે મોટાખોખરા ગામના શખ્સની ધરપકડ કરી મુંબઈ, માલણકા, જોધપુરના ત્રણ અને ડ્રાઈવર સહિત ચાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ઘોઘાના મોટા ખોખરા ગામે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ કંટારિયાને બે વર્ષ પહેલા મકાનના કામ માટે લોનની જરૂર હોવાથી તે જ ગામે રહેતો મિત્ર કિશોર મગનભાઈ ખસિયા અને માલણકાનો બાબુ ચુડાસમા નામના શખ્સોએ પૈસાની લાલચ આપી કહેવા પ્રમાણે બેન્ક ખાતું ખોલાવવા માટે સાથે આવવાનું કહીં તેના અન્ય મળતિયા મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ (રહે, મુંબઈ), રમેશ ઉર્ફે સુનિલ અગ્રવાલ (રહે, જોધપુર) અને રમેશ અગ્રવાલનો ડ્રાઈવર રાહુલ નામના શખ્સોએ પ્રિ-પ્લાન મુજબ યુવાનનું આધારકાર્ડ, પાનકાર્ડની નકલ લઈ તેના નામે સીકાર્ડ કઢાવી, અંગુઠાના નિશાન કરાવી યુવકને દેશના અલગ-અલગ શહેરોમાં લઈ જઈ તેના નામે બેન્ક ખાતું ખોલાવી તેમજ જીએસટી નંબર મેળવી અગ્રવાલ બ્રધર નામની પેઢીખોલી બેન્ક એકાઉન્ટમાં આર્થિક વ્યવહારો કરી અરવિંદભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. જે અંગે ગત રવિવારે અરવિંદભાઈએ ઉપરોક્ત શખ્સો સામે વરતેજ પોલીસમાં આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી, ૩૪ મુજબ ગુનો નોંધાવતા પીએસઆઈ એમ.વી. રબારીએ તપાસ હાથ ધરી હતી. આ બેન્ક ખાતા કાંડમાં પોલીસે કિશોર મગનભાઈ ખસિયા (રહે, મોટા ખોખરા, તા.ઘોઘા)ની ધરપકડ કરી ચાર કૌભાંડીશખ્સ ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech