જામનગરમાં એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા લાભ લેવા અનુરોધ
જામનગર શહેરમાં વસવાટ કરતા પરિવારના જે સંતાનોને રાઈટ ટુ એજયુકેશન (આર.ટી.ઈ.) હેઠળ પ્રવેશ મેળવવો હોય તેમના માટે શહેરની સેવાકિય સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન જામનગર દ્વારા ઓનલાઈન ફોર્મ ભ૨વા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ – ૨૦૦૯ ની ૧૨ (૧) ક એટલે કે આર.ટી.ઈ.એકટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યાના ૨૫ ટકા મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે બાળકોએ ૧ જુન ૨૦૨૫ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા બાળકોને પોતાના વિસ્તારની ત્રણ કિલોમીટરની ત્રિજયામાં આવતી ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.
આ વિનામુલ્યે પ્રવેશ મેળવી ફી શિક્ષણ અધિકાર મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો જામનગરની સંસ્થા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી તા.૨૮-૦૨-૨૦૨૫ થી તા.૧૨-૦૩-૨૦૨૫ સુધી દ૨૨ોજ સવારે ૧૦-૩૦ થી બપોરે ૧-૩૦ વાગ્યા દરમ્યાન ત્રણબતિ પાસે આવેલા શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલય (ઝુલેલાલ મંદિર સામે) ઓનલાઈન ફોર્મ ભ૨વા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારના આર્થિક રીતે નબળા પરિવારના વિધાર્થીઓ પોતાના વિસ્તારમાં આવેલા ખાનગી શાળાઓમાંવિના મુલ્યે શિક્ષણ મેળવવા ઈચ્છતાં હોય તેમના વાલીએ જરૂરી ડોકયુમેન્ટની ઝેરોક્ષ નકલો સાથે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ કરાયો છે.
જામનગરના આર્થિક રીતે નબળા વિધાર્થીઓ કે જેઓ ફિ શિક્ષણ મેળવવા માંગે છે તેવા વિધાર્થીઓએ બી.પી.એલ.કાર્ડ અથવા મામલતદારનો આવકનો દાખલો, માતા-પિતા, વિધાર્થીનું આધારકાર્ડ, વિધાર્થી અથવા વાલીની બેંકની પાસબુકની ઝેરોક્ષ અને રાશનકાર્ડની ઝેરોક્ષ, જાતીનો દાખલો, લાઈટબીલની ઝેરોક્ષ, વિધાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો વિગેરે ડોકયુમેન્ટ સાથે લાવવાના રહેશે. પ્રવેશ મેળવવા માટે વિધાર્થીની ઉંમર ૧-જુન ૨૦૨૫ ના રોજ છ વર્ષ પૂર્ણ થવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech