માહિકા રામપાલનું સૌન્દર્ય જોઈ ફેન્સ ફિદા
અર્જુન રામપાલ અને તેની પૂર્વ પત્ની મેહરને બે પુત્રીઓ છે. માહિકા 21 વર્ષની છે. તે સોશિયલ મીડિયાથી દૂર રહે છે, પરંતુ ઘણીવાર કાજોલ અને અજયની દીકરી નીસા સાથે પાર્ટી કરતી જોવા મળી છે. આ વખતે તે અલગ અંદાજમાં જોવા મળી હતી. અર્જુન રામપાલ બોલિવૂડનો ફેમસ એક્ટર છે. તેણે 'દીવાનપન'થી લઈને 'રાજનીતિ' સુધી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, તે ફિલ્મો કરતાં વધુ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તેણે 1998માં મેહર જેસિયા (હવે ભૂતપૂર્વ પત્ની) સાથે લગ્ન કર્યા. તેમને બે દીકરીઓ માહિકા અને માયરા છે. માહિકા એક ફેમસ સ્ટાર કિડ પણ છે. તે હાલમાં જ જીઓ વર્લ્ડ પ્લાઝા લોન્ચ ઈવેન્ટમાં જોવા મળી હતી, પરંતુ તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બધા પૂછે છે કે તે અચાનક
આટલી મોટી ક્યારે થઈ ગઈ!
અર્જુન રામપાલની 21 વર્ષની દીકરી મહિકા રામપાલે વેદાંત મહાજન સાથે ઈવેન્ટમાં એન્ટ્રી કરી હતી. વેદાંત એક બિઝનેસમેન છે અને અગાઉ તેનું નામ કાજોલ-અજય દેવગનની દીકરી નીસા દેવગન સાથે જોડાઈ ચૂક્યું છે.માહિકા રામપાલને જોઈને જનતા ચોંકી ગઈ હતી. એક યુઝરે આશ્ચર્ય સાથે પૂછ્યું, 'આ અર્જુન રામપાલની દીકરી છે!' બીજાએ લખ્યું કે અચાનક આવળી મોટી ક્યારે થઈ ગઈ . મહીકાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.અર્જુન અને મેહરની વાત કરીએ તો લગ્નના 20 વર્ષ બાદ તેઓએ પોતાના સંબંધો તોડી નાખ્યા હતા. આ કપલ 2018 માં અલગ થઈ ગયું અને એક વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા. તેમની બંને દીકરીઓ તેમની માતા મેહર સાથે રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech