શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે, અપનાવો ડર્મેટોલોજિસ્ટે જણાવેલા આ ઉપાયો

  • May 17, 2023 06:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




સુંદર વાળ વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે.  પરંતુ આજકાલ ખોટા ખાનપાન અને બગડતી જીવનશૈલીને કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. મોટી સંખ્યામાં લોકોને વાળ તૂટવા, ખરવા, સફેદ થવા, ડેન્ડ્રફ જેવી સમસ્ય છે. તેનાથી બચવા માટે લોકો અલગ-અલગ ઉપાયો શોધી રહ્યા છે. અહીં અમે તમને ડર્મેટોલોજિસ્ટની સલાહ જણાવી રહ્યા છીએ જેનાથી વાળની સમસ્યાથી છુટકારો મળી શકે છે

ડર્મેટોલોજિસ્ટના મતે વાળને લગતી મોટાભાગની સમસ્યાઓ ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે થઈ રહી છે. વાળ પર કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ પણ ઘણી સમસ્યાઓને જન્મ આપી રહ્યો છે. વાળ માટે જરૂરી પોષક તત્વોની અછતને કારણે, મોટાભાગના લોકો વાળ ખરવા અને સમય પહેલા સફેદ થવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તેનાથી બચવા માટે તમારા આહાર અને જીવનશૈલીમાં કેટલાક સકારાત્મક ફેરફારો કરવા પડશે. જેનાથી વાળની સમસ્યામાં રાહત મળી શકે છે.

  • ડર્મેટોલોજિસ્ટ્સ અનુસાર પૌષ્ટિક આહાર લેવાથી જ વાળની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ શકે છે, તેથી તમારા આહારમાં મોસમી ફળો અને શાકભાજી રાખો. તમે ડૉક્ટરની સલાહ પર કેટલાક સપ્લીમેન્ટ્સ પણ લઈ શકો છો.


  • અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ખોપરી ઉપરની ચામડીને સારી રીતે મસાજ કરો. આના ફાયદા જબરદસ્ત છે. તમે નાળિયેળ તેલથી માલિશ કરી શકો છો. તમે અન્ય કોઈપણ તેલથી પણ માલિશ કરી શકો છો. મસાજ વાળના મૂળમાં લોહીનું પરિભ્રમણ જાળવી રાખે છે અને માઇક્રોસિરક્યુલેશનમાં સુધારો કરે છે, વાળની સમસ્યાઓ દૂર થાય છે.



  • જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો કેમિકલ કલર્સથી બચવું જોઈએ. આમ કરવાથી વાળની ચમક નીકળી જાય છે અને વાળ પણ તૂટે છે. કલરનો ઉપયોગ ડોક્ટરની સલાહ પર જ કરવો જોઈએ.


  • ખોડાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે માથાની ચામડી શુષ્ક હોય જેના લીધે વાળને નુકસાન થાય છે. તેથી વાળને મજબૂત, જાડા અને કાળા બનાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા2 થી 3 વખત શેમ્પૂ કરો અને કન્ડિશનરનો ઉપયોગ કરો. વાળમાં ભેજ જાળવી રાખીને તમે ડેન્ડ્રફ, વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યાથી બચી શકો છો.



  • જો તમે શારીરિક પ્રવૃત્તિ કરો છો તો વાળ મજબૂત અને જાડા રહે છે. કસરત કરવી ખૂબ જ ફાયદાકારક છે. આના કારણે શરીરનું કામકાજ બરાબર રહે છે અને યોગ્ય માત્રામાં પોષક તત્વો વાળ સુધી પહોંચે છે. જો તમે વાળ સુકાવા માટે વધુ હેર ડ્રાયરનો ઉપયોગ કરો છો, તો તેને ઓછો કરો. મહિલાઓએ તેમના વાળની ચોટીને વધુ ચુસ્ત ન બાંધવી જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application