દ્વારકા જીલ્લામાં બિનવારસુ ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત : 23.63 કીલો ચરસના 21 પેકેટ કબ્જે : પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન
દેવભુમી દ્વારકા જિલ્લામાં ફરી એકવાર બિનવારસુ ચરસનો કરોડોની કિંમતનો જથ્થો મોજપ દરીયા કાંઠેથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, 23.63 કીલો ચરસના 21 પેકેટ જોવા મળતા પોલીસે કબ્જે કરી આ દિશામાં સધન તપાસ આદરી છે, છેલ્લા કેટલાય સમયથી દ્વારકા પંથકમાં બિનવારસુ ચરસના પેકેટ હાથ લાગી રહયા છે અને દર વખતે જથ્થો દરીયા કિનારે મળી આવતા ભરતી ઓટની એમઓ ડ્રગ્સ માફીયાઓ અપનાવી રહયા છે ? એવી ચચર્ઓિ ઉઠી છે, જુદી જુદી ટુકડીઓ દ્વારા આ દિશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. અત્યાર સુધી દ્વારકા જીલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી ચરસના 136 પેકેટ જેની અંદાજે કિ. 73.70 કરોડ થવા જાય છે જે બિનવારસુ મળી આવ્યુ હતું.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેય તથા ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા દ્વારકા જીલ્લાની દરીયાઇ સુરક્ષા સુદઢ કરવા અને દરીયાઇ માર્ગે ગેરકાયદે હેરાફેરી તથા લેન્ડીંગ પર અંકુશ લાવવા નિયમીત પેટ્રોલીંગ અને ટેકનોલોજી સર્વેલન્સ થવા સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
દ્વારકા જીલ્લા દરીયા કાંઠેથી અગાઉ બિનવારસુ ચરસ મળી આવેલ હોય જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ગંભીરતાથી લઇને દ્વારકા એસઓજી, સ્થાનીક પોલીસ, એસઆરડી, જીઆરડીને સાથે રાખી દરીયાઇ કાંઠા વિસ્તારમાં મળી આવેલ ચરસ બાબતે સ્ટેટેસ્ટીક પોઇન્ટ નકકી કરી આવા પોઇન્ટ પર પેટ્રોલીંગ કરવા સુચના આપી હતી.
જે અનુસંધાને તા. 20ના રોજ મીઠાપુર પોલીસ સ્ટાફ, એસઆરડી સભ્યોની ટીમો મોજપ દરીયા કિનારા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મોજપ દરીયાકાંઠેથી માદક પદાર્થ ચરસના 21 પેકેટ જેમાં 23.680 કીલો માદક પદાર્થ જેની કિ. ા. 11.84 કરોડનું બિનવારસુ હાલતમાં મળી આવેલ હતું.
ગુનાની તપાસ દરમ્યાન અગાઉ પણ દ્વારકા પોલીસ સ્ટેશનના વરવાળા દરીયાકાંઠેથી ચરસના 30 પેકેટ વજન 32.0553 કીલો જેની કિ. 16.02 કરોડ મોજપ ગામ કિનારેથી ચરસનું 1 પેકેટ જેનુ વજન 883 ગ્રામ કિ. 43.60 લાખ, મોજપ અને શિવરાજપુરના દરીયાકાંઠેથી ચરસના 20 પેકેટ જેની કિ. 11.03.75.000નો મુદામાલ બિનવારસુ હાલતમાં મળી આવેલ હતો.
દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રભાગા, વાચ્છુ, ગોરીંજામાથી માદક પદાર્થના 64 પેકેટ જેની કિ. 34 કરોડ 36 લાખ 35 હજારનો મુદામાલ શોધી કાઢેલ હતો આમ ગુનાની તપાસ દરમ્યાન દેવભુમી દ્વારકા દરીયાકાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધી માદક પદાર્થ ચરસના કુલ 136 પેકેટ જેનું વજન 147.408 કિલો જેની કુલ કિ. 73.70.35.000નું પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, બીજી બાજુ બિનવારસુ ચરસ કયાંથી અને કોના મારફત અહીં સુધી પહોચે છે એ દિશામા અલગ અલગ ટુકડીઓ કામે લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech