રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા જિલ્લામાં મહિલા સંગઠનની નિમણૂંક

  • July 29, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિવિધ મહિલા સંગઠનમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી


વિશ્વમાં વણિક, બ્રાહ્મણ, ક્ષત્રિય તેમજ દરેક સમાજનું સામાજિક વ્યસ્થામાં અલગ અલગ યોગદાન કે જવાબદારી નિશ્ચિત રહેતી હોય છે જે મુજબ બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન પરશુરામજીના આશીર્વાદથી બ્રહ્મ કર્તવ્ય અને બ્રહ્મસમાજના સેવાકીય કાર્યોનાં ઉત્થાન અર્થે સમાજોપયોગી પ્રવૃતિ કરવાના ઉદ્દેશ જેમકે આદિકાળથી બ્રાહ્મણોનું જે ઉત્તરદાયિત્વ રહ્યું છે તે, વેદ અને ઉપનિષદ શાસ્ત્રો દ્વારા ધાર્મિક વિધિઓ, યજ્ઞો,આધ્યાત્મિક માર્ગદર્શન,વૈદિક સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણી અને પ્રોત્સાહન, શૈક્ષણિક વ્યાપ વધારી પ્રોત્સાહન, દરેક સમુદાયને ટેકો આપી સેવા આપવી, જ્ઞાન અને શાણપણની જાળવણી અને પ્રસારણ,આધ્યાત્મિક વિકાસ અને બ્રાહ્મણોનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પરિપૂર્ણ કરવા અર્થે રાષ્ટ્રીય પરશુરામ સેના રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે.

રાષ્ટ્રીય સલાહકાર નિખિલભાઈ ભટ્ટ, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્ર પારાશર, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આશાબેન જોશીનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર અધ્યક્ષ દર્શાબેન જોશી દ્વારા ગુજરાત પ્રદેશ મીડિયા સેલ અધ્યક્ષ ભાર્ગવ ઠાકરની ઉપસ્થિતમાં નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય પ્રદાન કરી આ તબક્કે સૌરાષ્ટ્ર પ્રભારી અવનીબહેન ત્રિવેદી, મિત્તલબહેન શુક્લા, રેખાબહેન જોશી દ્વારા સંગઠિત ટીમ જામનગર જિલ્લા પ્રભારી તરીકે મિતલબેન શુક્લા, અધ્યક્ષ રૂપલબેન ઠાકર, ઉપાધ્યક્ષ શોભનાબેન ત્રિવેદી, ઉપાધ્યક્ષ કાજલબેન જોષી, ઉપાધ્યક્ષ શિલ્પાબેન જોષી, ઉપાધ્યક્ષ હર્ષાબેન જાની, ઉપાધ્યક્ષ નીતાબેન વાઢીયા, સચિવ જ્સ્મિનાબેન ત્રિવેદી, ઉપસચિવ ઉર્વીબેન જોષી, ઇલાબેન જાની, હેમાબેન જોષી, વિપુલાબેન ડી. કપટા, મેઘનાબેન જોષી, સંગઠનમંત્રી ભાવિકાબેન જોષી, કૃષ્ણાબેન શુક્લા, સંગઠન મહામંત્રી ચેતનાબેન જોષી, જીજ્ઞાસાબેન ત્રિવેદી, અંકિતાબેન ઠાકર, કારોબારી સદસ્ય લતાબેન ઓઝા, ડૉ. સ્વાતિબેન ઓઝા, વલેરીબેન જોષી, જાનવીબેન જોષી, વીણાબેન ભટ્ટ, ડો. રાધિકાબેન ત્રિવેદી, નેહાબેન દવે, ડો. નીરુબેન દવે, શિલ્પાબેન ભટ્ટ, આશાબેન ભટ્ટ, માલાબેન ઠાકર અને મહિન્તાબેન ત્રિવેદીની નિમણુક કરવામાં આવેલ છે. શહેર મીડિયા સેલના ચાંદનીબેનની યાદી જણાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application