BREAKING NEWS

ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક: રાજકોટમાં રાહુલ ગુપ્તા અને સુરતમાં શાલિની અગ્રવાલને જવાબદારી

  • March 27, 2026 09:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ રાજ્યના વરિષ્ઠ સચિવોને અલગ-અલગ જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે. આ નિમણૂકો દ્વારા સરકાર જિલ્લાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અને આગામી ચૂંટણીઓ પૂર્વે વહીવટી પકડ મજબૂત કરવા માંગે છે.







​​​​​​​

મુખ્ય શહેરો અને જિલ્લાઓના પ્રભારી સચિવો
રાજ્યના મહાનગરો અને મહત્વના જિલ્લાઓમાં નીચે મુજબના દિગ્ગજ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે:

અમદાવાદ: શહેરી વિકાસ અગ્ર સચિવ એમ. થેન્નારસનને અમદાવાદ જિલ્લાની મહત્વની જવાબદારી સોંપાઈ છે.


ગાંધીનગર: વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ હવે ગાંધીનગરના પ્રભારી સચિવ તરીકે કાર્યરત રહેશે.


રાજકોટ: રમતગમત વિભાગના સચિવ રાહુલ ગુપ્તાને રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે.


સુરત: GUVNL ના વહીવટી નિયામક શાલિની અગ્રવાલને સુરત જિલ્લાની જવાબદારી સોંપાઈ છે.


વડોદરા: પી. સ્વરૂપને વડોદરાના પ્રભારી સચિવ બનાવ્યા છે.


નવનિર્મિત જિલ્લાઓ પર વિશેષ ભાર
સરકારે નવા બનેલા જિલ્લાઓમાં પણ સક્ષમ અધિકારીઓની નિમણૂક કરી છે:

વાવ-થરાદ (નવનિર્મિત): આ નવા જિલ્લાના પ્રથમ પ્રભારી સચિવ તરીકે પી. ભારતીને જવાબદારી સોંપવામાં આવી છે.

વલસાડ: વલસાડ જિલ્લાનો હવાલો વરિષ્ઠ અધિકારી રેમ્યા મોહનને સોંપાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News