સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વિશદ પધ્મનાભ મફતલાલની નિમણૂક

  • September 16, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડસર એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇ રાત્રે ૮.૨૦ વાગ્યા બાદ પરત ફરેલા વડાપ્રધાન મોદીએ રાજભવન ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે તૈયાર થયેલા માસ્ટર પ્લાન અને શ્રધ્ધાળુઓ માટે વિકસાવવામાં આવનારી સુવિધાઓ પર વડાપ્રધાને ખાસ રસ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટની ૧૨૩મી બેઠકમાં મંદિરના ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે વિશદ પધ્મનાભ મફતલાલની નિમણૂક કરવામાં આવી છે. લગભગ ત્રણેક કલાક ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ચૂંટણી પ્રસાર સહિતની કામગીરીની વ્યસ્તતાના કારણે તેમજ વરિ  રાજનેતા તથા પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી તથા જે.ડી. પરમાર નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી શકયા ન હતા. યારે અન્ય ટ્રસ્ટીઓ પૂર્વ મુખ્યસચિવ પી.કે.લહેરી, હર્ષવર્ધન તિવોટિયા બેઠકમાં સામેલ થયા હતા. આ માસ્ટર પ્લાનના આર્કિટેકટ રાજીવ કટપાલિયાએ પ્રેઝન્ટેશન રજૂ કયુ હતું.
સોમનાથ વિકાસ માટે હાલ ચાલી રહેલા કામો અંગેની પ્રગતિની તથા હવે પછી હાથ ધરાનારા કાર્યેા અંગેના પ્રેઝન્ટેશનને નિહાળ્યું હતું અને આ મુદ્દે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠકમાં નવા ટ્રસ્ટી તરીકે વિશદ પધ્માનાભ મફતલાલની નિમણૂક કરવાનો પણ નિર્ણય લેવાયો હતો.તેઓ શ્રી સદગુ સેવા સઘં ટ્રસ્ટના અધ્યક્ષ ઉપરાંત નવીન લોરાઇન ઇન્ટરનેશનલના પણ ચેરમેન છે. તેઓ મફતલાલ ગ્રૂપની વિવિધ કંપનીઓ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ વિકાસ માસ્ટર પ્લાનને લીલી ઝંડી આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application