ઉદ્યોગ-વેપાર અન્વયે વિશ્વભરનો પ્રવાસ કરી ચૂક્યા છે: એક પ્રતિભાશાળી મહિલા તરીકે ઉભર્યા
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટી તરીકે કંચનબેન હરિયાની નિમણુંક કરવામાં આવી છે, તેઓ વૈશ્ર્વિક લેવલનો વ્યાપાર, ઉદ્યોગનો અનુભવ ધરાવે છે અને એમની આ અનુભવ ઉદ્યોગકારો માટે પણ ઉપયોગી નીવડી શકે છે.
શ્રીમતી કંચનબેન હરિયા એક સીરીયલ એન્ટરપ્રેન્યોર છે. તેઓ ઉદ્યોગ-વ્યાપાર અન્વયે વિશ્વભરના દેશોમાં પ્રવાસ કરી ચૂકયા છે, તેઓ વિશ્વને એક ગ્લોબલ વિલેજ માને છે. તેઓ સાહસિક ઉદ્યોગકાર રહ્યા છે, શાળાકાળ દરમ્યાન 300 વિદ્યાર્થીનિઓમાં તેઓ હંમેશાં પ્રથમ, ભાગ્યેજ દ્વિતીય ક્રમે ઉતીર્ણ થતાં.
તેમણે રસાયણશાસ્ત્રમાં બી.એસસીની ડીગ્રી ડિસ્ટીંક્શન સાથે પ્રાપ્ત કરી છે. એ સમયે ભારતમાં અને ખાસ કરીને જામનગર જેવા નાનકડા શહેરમાં છોકરીઓ માટે અભ્યાસ કરવો સામાન્ય બાબત ન હતી.
તેઓ નાનપણથી જ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેણીએ સમગ્ર જામનગરમાંથી સંસ્કૃત પરિચય પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ પરીક્ષા નિયમિત અભ્યાસક્રમ કરતાં વધુ છે. આ ઉપરાંત એનસીસી ની તાલીમ મેળવી સફળ સર્ટિફાઈડ એનસીસી કેડેટ પણ છે, તેમનો સૌથી મનગમતો વિષય ગણિત છે. ગણિતમાં તેમની પ્રવીણતાના કારણે અભ્યાસકાળ દરમ્યાન શિક્ષકોને પણ અચંબામાં મૂકી દેતા.
નિકાસ ક્ષેત્રે વ્યવસાયમાં તેમણે વિદેશી ખરીદદારોને ભારતના પ્રથમ રિટેઈલ સ્ટોરની સ્થાપના માટે પસંદગીમાં સલાહ-માર્ગદર્શન આપ્યા હતાં. જેમ કે ભારતના પ્રથમ બેનેટન રિટેલ સ્ટોર માટે સ્થળની પસંદગી.
આ ઉપરાંત તેઓ યુગાન્ડાના પ્રેસિડેન્ટ ડો. મિલ્ટન ઓબોટે અને તેમના પત્ની ફર્સ્ટ લેડી મિરીયા ઓબોટે સાથે ગાઢ અને અંગત મિત્રતા ધરાવતા હતા. તેમની સાથે તેમણે ગોવા, આગ્રા, દિલ્હી, કાશ્મીર, બેંગ્લોર સહિતના સ્થળોનો પ્રેસિડેન્સિયલ કોન્વોય સાથે પ્રવાસ પણ કર્યો છે.
તેઓ વિવિધ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રની સમિતિઓમાં કાર્યરત છે, તેઓ ગતિશીલ, આગળની વિચારસરણી, તેમના સમય કરતાં આગળ, ચતુર રોકાણકાર છે અને અદ્ભુત બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે, તેમની પાસે દીર્ઘ દ્રષ્ટિ અને અગમચેતી છે અને તેઓ મલ્ટીટાસ્કીંગ અને કાર્ય પૂર્ણ કરવામાં નિપુણ છે.
શ્રીમતી કંચનબેન હરિયાની આવી પ્રેરણાદાયી સિદ્ધિઓ બદલ જામનગરની આર્યસમાજ સંસ્થા દ્વારા શાળાના વિશિષ્ટ સન્માનથી સન્માનિત કરવામાં આવેલ.
આ બધું કરતી વખતે તેમણે તેમના 3 બાળકોનો શ્રેષ્ઠ ઉછેર કર્યો જે છે અને તે તેમના જીવનસાથીની જીવનરેખા છે, તેઓ યુવાવર્ગ, યુવતીઓ તેમજ વૃદ્ધ મહિલાઓ માટે એક આદર્શ રોલ મોડેલ છે.
તેમની અસાધારણ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, નાણાંકીય કુશળતા, વ્યાપક અનુભવ તથા સફળતાની અનેક સિદ્ધિઓના કારણે ટ્રસ્ટમાં એક આદરણીય ટ્રસ્ટી તરીકે આજીવન પ્રસ્થાપિત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech